જાંબુ ગામમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત 6 વ્યક્તિનો હુમલો
યુવાન
અમદાવથી માતાજીને નેવૈદ્ય ધરાવવા આવ્યો હતો
ઈજાગ્રસ્ત
યુવાન લીંબડીની હોસ્પિટલમાં ખસેડાયો,
છ શખ્સ સામે ફરિયાદ ઃ મારામારીનો વીડિયો વાઇરલ
લીંબડી -
લીંબડી તાલુકાના જાંબુ ગામે માતાજી ના નિવેધ કરવા આવેલા
યુવાન પર કૌટુંબીક મહિલા સહિત છ વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને માર
મારતાં નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
જ્યારે મારામારી મા યુવાન ને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યો હતો.
જાંબુ
ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતાં નરોતમભાઈ ચાવડા પરીવાર સાથે અમદાવાદથી જાંબુ
માતાજીના નેવૈદ્ય કરવા માટે આવ્યા હતાં. તે સમયે તેમના કૌટુંબિક ભાઈ વચ્ચે કોઈ
બાબતે ઝઘડો થયો હતો. તેમજ ગાળો બોલતાં હતાં. જેથી નરોતમભાઈએ ગાળો બોલવાની ના
પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઈને તેમના પુત્ર રાહુલ ચાવડાને કૌટુંબિક પરીવારની મહિલા
સહિત છ વ્યક્તિઓ દ્વારા છરી અને પાઈપ જેવા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજાઓ
પહોંચાડી હતી. જ્યારે રાહુલને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં
સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના
સ્થળે પહોંચી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.