Gujarat

નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

By GS TEAM
26 Oct 20251 min read
નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

પાલજ ગામ નજીક આઇઆઇટી કોલીની પાસે

પેથાપુરમાં આંટાવાળા વાસ નજીક જુગાર રમતા ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવી જતા કાયદેસરની કાર્યવાહી કરાઇ

ગાંધીનગર  :  તહેવારના દિવસોમાં જુગારની પ્રવૃતિ ફુલતી ફાલતી હોય છે. ત્યારે નવા વર્ષમાં જ પાલજ ગામ નજીક આઇઆઇટી કોલીની પાસેની ખલ્લી જગ્યામાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ચિલોડા પોલીસ દ્વારા ઝડપી લેવાયાં હતાં. જ્યારે પેથાપુરમાં આંટાવાળા વાસ નજીક મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો પેથાપુર પોલીસના સકંજામાં આવી જતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચિલોડા પોલીસ દ્વારા પાલજ ગામના રહેવાસીઓ વિજય વિષ્ણુભાઇ રાવળ, અજય મનુભાઇ દંતાણી, સંદિપ રણછોડભાઇ રાવળ, વિનોદ બબાભાઇ રાવળ, અમિતસિંહ અભેસિંહ રાઠોડ તથા ઉવારસદ ગામના રહેવાસી કમલેશ હોથાભાઇ રાવળને જુગાર રમતા ઝડપી લઇને તેમની અંગઝડતી તથા દાવ પરથી મળીને ૩૨,૩૪૦ની રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે સ્થળ પર રીતસરની ભાગદોડ મચી ગઇ હતી.

બીજી બાજુ પેથાપુર પોલીસ દ્વારા ગામના જ રહેવાસી સંજય પોપટભાઇ દંતાણી, દશરથ વેચાતભાઇ દંતાણી અને અર્જુન હરજીભાઇ દંતાણીને જુગાર રમતા ઝડપી લઇને રોકડ સહિત રૃપિયા ૧,૫૫૦નો મુદ્દામલ જપ્ત કર્યો હતો. આરોપીઓ પેથાપુરમાં આંટવાળા વાસ પાસે માતાજીના મંદિર સામેની ખુલ્લી દગ્યામાં જુગાર રમતા હોવાની માહિતી મળવાના પગલે પોલીસ દ્વારા ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.