Get The App

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ છ દર્દીઓ નોંધાયા : કુલ 21 કેસ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ છ દર્દીઓ નોંધાયા : કુલ 21 કેસ 1 - image


દંતાલી અને ડભોડા ગામમાંથી પણ એક-એક કેસ

સિવિલની સ્ટાફ નર્સ, મેટ્રોનો આસિસ્ટન્ટ મેનેજર, હૈદરાબાદ જઇને આવેલી મહિલા, સે-૬ની વર્કિંગ વુમન સંક્રમિત : જિલ્લામાં સંક્રમણ વધતા તંત્ર દોડયું

ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. આજે બુધવારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના સૌથી વધુ છ નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જેના પગલે આ નવી લહેરમાં કુલ દર્દીઓની સંખ્યા ૨૧ પર પહોંચી છે. આ ઘટનાએ આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.

આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ, શહેરના સેક્ટર છમાં રહેતી અને ખાનગી નોકરી કરતી એક મહિલાને છેલ્લા ઘણા દિવસોથી કફની તકલીફ હતી. જ્યારે તેણીએ કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત, જીઆઈડીસી વિસ્તારમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા પણ કોરોનામાં પટકાઇ છે. આ પોઝિટિવ મહિલા   થોડા દિવસ પહેલા જ હૈદરાબાદની મુલાકાત લઈને પરત ફરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. શહેરના રાયસનમાં રહેતી ૩૪ વર્ષીય સ્ટાફ નર્સ જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સેવાઓ આપે છે તેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે ઉપરાંત રાંદેસણમાં રહેતો અને મેટ્રોમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો યુવાન પણ સંક્રમિત થયો છે. આ તમામ પોઝિટિવ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. ગાંધીનગર તાલુકાના દંતાલી ગામના ૬૫ વર્ષીય વૃદ્ધને તાવ અને દુઃખાવાની ફરિયાદ બાદ કોરોનાની ચકાસણી કરવામાં આવી હતી જેમાં તેઓ પોઝિટિવ જાહેર થયા છે તેમ જ ડભોડામાં રહેતા ૪૯ વર્ષીય ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને પણ કફ અને તાવ જેવી તકલીફો થતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.


Tags :