ટર્મ પુરી થવાના છ મહિના પહેલાં ૧૯૧ કોર્પોરેટરોને SVP હોસ્પિટલમાં કેશલેસ સારવાર આપવા નિર્ણય કરાયો
કોર્પોરેટરો હોદ્દા ઉપર હોય ત્યાંસુધી જ એસ.વી.પી.માં કેશલેસ સારવાર મળશે
અમદાવાદ,બુધવાર,18 જુન,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવાના છ
મહિના પહેલા ચૂંટાયેલા ૧૯૧ કોર્પોરેટરોને એસ.વી.પી.હોસ્પિટલમાં કેશલેસ સારવાર આપવા
દરખાસ્ત મંજુર કરાઈ છે.કોર્પોરેટરો હોદ્દા ઉપર હોય ત્યાં સુધી જ
એસ.વી.પી.હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળી શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોની છ મહિના
પછી પાંચ વર્ષની ટર્મ પુરી થશે. થોડા દિવસ અગાઉ ઈન્દ્રપુરી વોર્ડના ભાજપના મહિલા
કોર્પોરેટરનુ અવસાન થતા હાલમાં
કોર્પોરેશનમાં કોર્પોરેટરોનુ સંખ્યાબળ ૧૯૧ છે. જેમાં ભાજપના ૧૫૯, કોંગ્રેસના ૨૩, એમ.આઈ.એમ.ના છ
તથા બે અપક્ષ કોર્પોરેટરો છે.કોંગ્રેસે
દાણીલીમડાના એક કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ હોસ્પિટલમાં
અત્યારસુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને જ કેશલેસ સારવાર
મળી શકતી હતી.