Gujarat
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ
By GS TEAM
22 Apr 20261 min read

વડોદરાઃ ગરમીના પ્રકોપને કારણે શહેરમાં બે દિવસ દરમિયાન આગના અડધો ડઝન જેટલા બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ગરમીનો પારો ઉંચે ચડતો હોવાથી ખુલ્લા પ્લોટમાં કચરાના મોટા ઢગલામાં આગ લાગવાના બનાવોની સંખ્યા વધી ગઇ છે. સામાન્ય રીતે માંડ અઠવાડિયામાં એક-બે બનાવ બનતા હોય છે.પરંતુ ગરમી દરમિયાન બે દિવસમાં કારેલીબાગ મંગલ પાંડે રોડ, ડભોઇ રોડ,લક્ષ્મીપુરા રોડ,જામ્બુવા બ્રિજ પાસે,વાઘોડિયા રોડ અને બાપોદ વિસ્તારમાં આગના કોલ્સ મળ્યા હતા.જેને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા.
આ ઉપરાંત વીજ થાંભલા પર પણ શોર્ટ સર્કિટને કારણે ધડાકા થવાના બરાનપુરા, સમા અને તરસાલી વિસ્તારમાં બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.








