Get The App

ચોટીલાના ઢોકળવા ગામમાંથી છ જુગારીયા ઝડપાયા

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
ચોટીલાના ઢોકળવા ગામમાંથી છ જુગારીયા ઝડપાયા 1 - image


- રોકડ સહિત રૂ. 46 હજારનો મુદ્દામાલ જપ્ત

- એલસીબીએ દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગર : નાની મોલડી પોલીસ મથકની હદમાં ઢોકળવા ગામની સીમમાં સુુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે દરોડો કરી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ ફરથી ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર એલસીબીએ નાની મોલડી પોલીસ મથકની ઢોકળવા ગામની ઘડુલો સીમ વિસ્તારમાં આવેલ વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ટીમ સાથે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રાયધનભાઈ મોહનભાઈ જાદવ (રહે. ઢોકળવા), વાઘાભાઈ ભોળાભાઈ કોઠારીયા (રહે. ફુદણી,તા.જશદણ), ભલાભાઈ અમરાભાઈ પરમાર (રહે. ધારઈ), પૃથ્વીરાજભાઈ વલકુભાઈ ખાચર (રહે. ઢોકળવા), વિપુલભાઈ રાયધનભાઈ જાદવ (રહે. ઢોકળવા) અને અમરશીભાઈ રણછોડભાઈ મકવાણા (રહે. જશદણ)ને રોકડ રૂપિયા ૩૦,૫૦૦, ૪ મોબાઈલ (કિં.રૂ.૧૫,૫૦૦) સહિત કુલ રૂપિયા ૪૬,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અને નાની મોલડી પોલીસ મથકે તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી હતી.


Tags :