Gujarat

વડોદરાના આજવા રોડ પર દારૂની મહેફીલ માણતા છ મિત્રો ઝડપાયા

By GS TEAM
23 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા પોલીસે આજવા રોડ પર બાતમીના આઘારે રેડ કરતા છ નશેબાજો દારૂની બે બોટલ સાથે દારૂની મહેફીલ માણતા ઝડપી લીધા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના આજવા રોડ પર દારૂની મહેફીલ માણતા છ મિત્રો ઝડપાયા

Vadodara : વડોદરામાં બાપોદ પોલીસની માહિતી મળી હતી કે આજવારોડ સરદાર એસ્ટેટની પાછળ રામદેવનગર 1 ની પાસે ભાથુંજી નગરમાં રહેતો શૈલેષ શંકરભાઈ રાઠવા તેના ઘરમાં મિત્રોની સાથે દારૂની મહેફીલ માણી રહ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા છ નશેબાજો દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગયા હતા. પોલીસ દારૂની બે બોટલ તથા પાણીની બોટલો કબજે કરી છે.

જેમાં (1) સંજય કુંવરસિંહ રાઠવા રહે ચામુંડા નગર સયાજી પાર્ક આજવા રોડ (2) ઇન્દ્રવદન શંકરભાઈ પરમાર (રહે સાઈ લતા એપાર્ટમેન્ટ, સરદાર એસ્ટેટની પાછળ, આજવા રોડ) (3) અનિકેત નરેન્દ્રભાઈ વાયતી (રહે-અનિલ નગર, આજવા રોડ) (4) રાહુલ શાંતિલાલ રોહિત (રહે-સાકર કોમ્પ્લેક્સ, આજવા રોડ) (5) સુનિલ અશોકભાઈ ઠાકોર તથા (6) વિજય રમેશભાઈ વસાવા બંને (રહે કિશનવાડી વુડા)ના મકાનમાંનો સમાવેશ થાય છે.