વડોદરાના બાપોદ જકાતનાકા પાસે ખુલ્લામાં જુગાર રમતા છ ઝડપાયા
Vadodara Gambling Raid : વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે ખુલ્લામાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે તા. 2 જુલાઈના રોજ બપોરે કપૂરાઈ પોલીસની ટીમએ ચોક્કસ માહિતીના આધારે બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર નજીક આવેલ ઝુપડપટ્ટી ખાતે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં જીતુ ચંદુભાઈ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે), નવનીત ગૌરીશંકર કસોધન (રહે-ધનલક્ષ્મી સોસાયટી, બાપોદ), શૈલેષ પ્રહલાદભાઈ વાઘરી (રહે-ધીણોજ ગામ, પાટણ), કરણ અરવિંદભાઈ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે), દિનેશ સોમાભાઈ ભોજ્યા (રહે-હીરાબા નગર, વાઘોડિયા રોડ) અને વિશાલ ગોવાભાઇ દેવીપુજક (રહે-બાપોદ શાકમાર્કેટ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન અંગઝડતીના રૂ.9,500, જમીન દાવ ઉપરના રૂ.2,720 તથા બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.14,220નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.