Gujarat

સુરેન્દ્રનગર-અમદાવાદ પંથકમાં બહેનોએ ગાયનું પૂજન કરી બોળ ચોથની ઉજવણી કરી

By GS TEAM
13 Aug 20252 mins read
સુરેન્દ્રનગર-અમદાવાદ પંથકમાં બહેનોએ ગાયનું પૂજન કરી બોળ ચોથની ઉજવણી કરી

ગુજરાતમાં ૬ દિવસની પર્વ શ્રુંખલાનો પ્રારંભ થયો

લાખો મજૂરો, વિદ્યાર્થીઓ સહિત વતન જવા રવાના, બસ-ટ્રેનમાં ભીડ ઃ મેળાની મોજમાં, હરવા ફરવામાં સંભવતઃ વરસાદ વિઘ્ન બની શક

સુરેન્દ્રનગર,માંડલસુરેન્દ્રનગર અને અમદાવાદ પંથકમાં વિઘ્નહર્તા ગણપતિની સંકટચોથની સાથે ગુજરાતમાં સદીઓથી ગૌમાતાને સમપત બોળ ચોથની ઉજવણી સાથે સાતમ આઠમના ૬ દિવસની પર્વ શ્રુંખલાનો આજથી પ્રારંભ થયો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી આવેલા લાખો મજૂરો તેમજ વિદ્યાર્થીઓ વગેરે વતન જવાની તૈયારીઓ સાથે રવાના થવા લાગ્યા છે જેના પગલે એસ.ટી.બસો અને ટ્રેનમાં ભીડમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં મહિલાઓ ગાયનું પૂજન કરી હતી.

 

છ દિવસની પવશ્રુંખલામાં (૧) આજે તા.૧૨ મંગળવારે સંકટ ચતર્થી-બોળ ચોથ (૨) તા.૧૩ને બુધવારે નાગપાંચમનું પર્વ ઉજવાશે અને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર નાગદેવતાની પૂજા કરાશે. (૩) તા. ૧૪ના રાંધણછઠના દિવસે ગૃહિણીઓ સદીઓની પરંપરામૂજબ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને રાત્રે ચૂલો ઠારશે (૫) તા. ૧૫ ઓગષ્ટે સ્વાતંર્ત્ય દિવસ સાથે શીતળાસાતમ ઉજવાશે જેમાં સંતાનોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાજીના મંદિરોએ ભીડ ઉમટે છે અને ઘરે ઘરે ગૃહિણીઓ આ દિવસે ચૂલો ગરમ કરતા નથી. (૬) તા. ૧૬ને શનિવારે જન્માષ્ટમી નિમિત્તે ગામેગામ શોભાયાત્રા સાથે મુખ્ય પર્વ ઉજવાશે અને (૭) તા. ૧૭ને રવિવારે નંદ મહોત્સવ સાથે સાતમ આઠમ પર્વશ્રુંખલા પૂરી થશે. પરંતુ, આ વખતે તા. ૧૮ના શ્રાવણી સોમવાર અને તા. ૧૯ના અજા એકાદશી અને તા. ૨૦ના જૈન પર્યુષણ પ્રારંભ થતો હોય એકંદરે ૯ દિવસ સુદી ધર્મોેત્સવો રહેશે.

સરકારી કચેરીઓમાં સત્તાવાર રજા તો તા.૧૫, ૧૬, ૧૭ ત્રણ દિવસની છે પરંતુ, રજાભોગી કર્મચારીઓ આગળ પાછળની સી.એલ.મુકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેળાની મોજ માણવામાં, હરવા ફરવામાં ઠેરઠેર ભંગાર રસ્તા અને અસહ્ય ભીડ, ટ્રાફિક જામ અને સંભવતઃ વરસાદ વિઘ્નરૃપ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતમ આઠમમાં મુશળધાર વરસાદથી મેળા સહિત કાર્યક્રમો રદ થયા હતા.