Gujarat

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે?

By GS TEAM
23 Nov 20252 mins read
TukuTouch Logo
મતદાર યાદી સુધારણા અભિયાનમાં ડખાં થયાં છે. મતદાર શોધવાની સઘન કવાયતને લીધે એક પછી એક બીએલઓ જીવ ગુમાવી રહ્યાં છે પરિણામે રાજ્ય ચૂંટણી પંચ પર બદનામી થોપાઇ છે. આ તરફ, રાજ્ય ચૂંટણીપંચે એલાન કર્યુ છેકે, નામ સહિત અન્ય વિગતો વિના મતદાર માત્ર સહી કરી ફોર્મ જમા કરાવી શકે છે. આ સત્તાવાર જાહેરાતને પગલે વિવાદ સર્જાયો છે કેમ કે, કોરા ફોર્મ પરત કરાશે તો વિગતો વિના મતદારની ખાતરી કેવી રીતે કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે?

Gujarat SIR news:
મતદાર યાદી સુધારણા અભિયાનમાં ડખાં થયાં છે. મતદાર શોધવાની સઘન કવાયતને લીધે એક પછી એક બીએલઓ જીવ ગુમાવી રહ્યાં છે પરિણામે રાજ્ય ચૂંટણી પંચ પર બદનામી થોપાઇ છે. આ તરફ, રાજ્ય ચૂંટણીપંચે એલાન કર્યુ છેકે, નામ સહિત અન્ય વિગતો વિના મતદાર માત્ર સહી કરી ફોર્મ જમા કરાવી શકે છે.  આ સત્તાવાર જાહેરાતને પગલે વિવાદ સર્જાયો છે કેમ કે, કોરા ફોર્મ પરત કરાશે તો વિગતો વિના મતદારની ખાતરી કેવી રીતે કરાશે. 

ફોર્મ ભરવાને લઇને મતદારો આમથી તેમ ભટકી રહ્યાં છે. આ ઉપરાંત એકથી વઘુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો એક વર્ષના જેલની જોગવાઇ છે જેના પગલે મતદારોમાં ફફડી ઉઠ્યાં છે. મતદારો સામે ચાલીને પોતાનું બીજા સ્થળે તો નથીને તેની ચકાસણી કરી રહ્યાં છે. બીએલઓ પર પણ મતદારોના ફોમ ભરવાને લઇને દબાણ કરવામાં આવી રહ્યુ છે. 

હવે જ્યારે હજારો બુથ લેવલ ઓફિસરોએ તનતોડ મહેનત કરી મતદારોના ફોર્મ ભરીને પરત પણ મેળવી લીધાં છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચે સાાવાર રીતે જાહેરાત કરી છે કે, મતદાર માત્ર સહી કરીને ફોર્મ જમા કરાવી શકશે. 

હવે સવાલ એ ઉઠ્યો કે, કોરા ફોર્મ આધારે મતદાર યાદીની સઘન ચકાસણી કેવી રીતે થશે?. આ ઉપરાંત માહિતી વિના મતદારની ખરાઇ કેવી રીતે થશે? વિગતો વિના મતદારોના નામ-સરનામું ડ્રાફ્ટ મતદાર યાદીમાં કેવી રીતે સમાવાશે? એવી ફરિયાદો ઉઠી છેકે, જે લોકો વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયાં છે અને મતદાન પણ કરે છે પણ તેમનુ નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ નથી. આવા મતદારો ફોર્મમાં ખોટી વિગતો ભરશે તો શુ કરાશે? જો કોરા ફોર્મ જ આપવાનાં હતાં તો બીએલઓએ ફોર્મ વહેચ્યાં તે જ વખતે ફોર્મ પર મતદારની સહી-અંગૂઠો લીધો હોત તો આ કવાયત કરવી પડી ન હોત. 

આ ઉપરાંત હજારો બીએલઓ રાતદીન કામ કરીને ફોર્મ ભર્યા છે ત્યારે હવે રહી રહીને ચૂંટણી પંચે એલાન કર્યુ છે. જો પહેલાં આ જાહેરાત કરી હોત તો , પાંચ બીએલઓએ જીવ ગુમાવ્યા ન હોત. ટૂંકમાં કોરા ફોર્મ આધારે મતદાર યાદીનુ શુઘ્ધિકરણ કેવી રીતે થશે તે મૂંઝવતો સવાલ છે પણ હાલ સરની કામગીરી શંકાના ઘેરામાં મૂકાઇ છે.