Gujarat

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે

By GS TEAM
13 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્દિક સુધી નેશનલ હાઈવે સમાંતર વરસાદી ચેનલ બનાવાશે. જેથી ખટંબા રેસીડેન્સી (પીએમ આવાસો) પાસે આ કામગીરી માટે જંકશન પર વૈકલ્પિક રૂપમાં ડાઈવર્ટ કરી કામગીરીની સરળતા જરૂરિયાત મુજબ આવતીકાલ તા.14થી 15 દિવસ સુધી સિંગલ લેન કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્દિક સુધી નેશનલ હાઈવે સમાંતર વરસાદી ચેનલ બનાવાશે. જેથી ખટંબા રેસીડેન્સી (પીએમ આવાસો) પાસે આ કામગીરી માટે જંકશન પર વૈકલ્પિક રૂપમાં ડાઈવર્ટ કરી કામગીરીની સરળતા જરૂરિયાત મુજબ આવતીકાલ તા.14થી 15 દિવસ સુધી સિંગલ લેન કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા ચોકડીથી સીધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઈવેને સમાંતર વરસાદી ચેનલ બનાવવાની કામગીરી માટે પીએમ આવાસ (ખટંબા રેસીડેન્સી) પાસે હાઇવેને જોડતા 27 મીટરનો રસ્તો બંધ રાખવામાં આવશે. જેથી જંકશન પર વૈકલ્પિક રૂટમાં ડાઈવર્ટ કરી કામગીરી સરળતા રહે અને જરૂરિયાત મુજબ હાલના તબક્કે જંકશન પર આવતીકાલે તા. 14થી 15 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું હતું.