સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સંગઠની ફરિયાદ

Jamnagar : છત્તીસગઢ રાજ્યના રહેવાસી અમિત બઘેલ દ્વારા છત્તીસગઢના જિલ્લાઓમાં પ્રવચન કરી લોકોની લાગણી સાથે ખિલવાડ કરી રહ્યો છે. જેણે તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં પોતાના પ્રવચનમાં બફાટ કરી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.
તેના પ્રવચન સાથે મીડિયામાં અને સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થયો છે. જેમાં તમામ સિંધીઓ પાકિસ્તાની છે, અને તેમના ઈષ્ટદેવની પ્રતિમાને પાકિસ્તાનમાં લગાવો. તથા જે કોઈપણ ગેરકાયદેસર કૃત્યોં થાય છે, તેમાં સિંધીઓ જ હોય છે, તેમજ માછલીવાળા ભગવાનની પ્રતિમા અમારા વિસ્તારમાં કેમ લગાવવાની ? એવા અનેક અપશબ્દો બોલી ઇષ્ટદેવનું અપમાન કર્યું છે, જેથી હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં હિન્દુ સમાજની તેમજ સિંધી સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે.
જેને લઇને આ અમિત રામકુમાર બઘેલ પર જામનગરના એડવોકેટ વિવેક નેભાણી, એડવોકેટ કમલેશ તેજવાણી, એડવોકેટ કપિલ તીર્થાણી અને એડવોકેટ અનિતાબેન રામવાણીના સાથે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી તેમજ સિંધી યુવા સંગઠનના મયુર ચંદન વગેરે દ્વારા રેલી યોજીને તેના વિરૂદ્ધ જામનગરની એસ.પી કચેરીમાં લેખિતમાં ફરિયાદ અરજી આપેલી છે, સાથો સાથ સાયબર ક્રાઇમમાં પણ 1930 નંબર પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે.

