Gujarat

વડોદરા નજીક સિંધરોટ પાસેનો મહી નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ

By GS TEAM
9 Jul 20251 min read
વડોદરા નજીક સિંધરોટ પાસેનો મહી નદી પરનો બ્રિજ  ભારે વાહનો માટે બંધ

 વડોદરા,વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુરથી આણંદ જિલ્લાના ગંભીરા જતો મહી નદી પરનો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વાહન વ્યવહારને પણ અસર થઈ છે અને ટ્રાફિકનેે લાંબા સમય સુધી ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

ગંભીરા બ્રિજ તૂટવાના પગલે હવે તંત્ર સાવચેત થયું છે. સિઘરોટ નજીકનો બ્રિજ પણ જૂનો અને જર્જરિત હોઇ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.  ભરૃચથી જંબુસર તરફથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો કરજણ ભારત માળા એક્સપ્રેસ (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ ) અથવા કરજણ અમદાવાદ નેશનલ હાઇવે નં ૪૮ તરફ ડાયવર્ટ કરાયા છે.

 સૌરાષ્ટ્ર તરફથી તારાપુર, બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદરથી આંકલાવ તરફ આવતાં ભારે વાહનો નેશનલ નં.૪૮ તથા એક્સપ્રેસ હાઇવે તથા ભારત માળા (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

 આણંદથી વડોદરા તરફ આવતા મહી સાગર નદી ઉપરનો સિધરોટ બ્રિજ પણ ખૂબ જૂનો હોવાથી સાવચેતીના ભાગ રૃપે ભારે વાહનો માટે બંધ કરી ડાયવર્ટ કરી  દેવાયા છે.