Gujarat

ફીડર લાઈનનું જોડાણ કરવાનુ હોવાથી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત વિસ્તારમાં ૭ જાન્યુ.એ પાણી ઓછુ મળશે

By GS TEAM
30 Dec 20251 min read
ફીડર લાઈનનું જોડાણ કરવાનુ હોવાથી  જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત વિસ્તારમાં ૭ જાન્યુ.એ પાણી ઓછુ મળશે

અમદાવાદ,મંગળવાર,30 ડિસેમ્બર,2025

જાસપુર ખાતે આવેલા ૨૦૦ મિલીયન લિટર પર ડે ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પ્લાન્ટના ડિસ્ટ્રીબ્યુશન ચેમ્બર સુધી રો વોટર પહોંચાડવા અલગ અલગ વ્યાસની પાઈપના જોડાણ ઉપરાંત અલગ અલગ ૧૧ ફીડર લાઈનનુ જોડાણ કરવાનુ હોવાથી  શટડાઉન કરાશે.૬ જાન્યુઆરી-૨૬ ના રોજ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના વિસ્તારોમાં માત્ર સવારે પાણી સપ્લાય અપાશે.સ્ટેગર્ડ પાણી સપ્લાય નહીં અપાય.આ કામગીરીના કારણે વૈષ્ણોદેવી, એસ.જી.હાઈવે ઉપરાંત ભાડજ, શીલજ, બોપલ સહિતના વિસ્તારોમાં ૭ જાન્યુઆરીએ પાણી ઓછુ મળશે.

કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેકટ દ્વારા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો વોટર પહોંચાડવા માટે નાંખવામા આવેલી ૨૨૦૦ મીમી વ્યાસની એમ.એસ.પાઈપલાઈનનુ હયાત ૨૦૦૦ અને ૨૫૦૦ મીમી વ્યાસની ગ્રેવીટી રો વોટર એમ.એસ.પાઈપલાઈન સાથે જોડાણ, નવા બનાવાયેલા કલીયર વોટર સમ્પનુ હયાત ૧૨૫ તથા ૨૭૫ એમ.એલ.ડી.સાથે ઈન્ટરકનેકશન તથા વિવિધ ફીડર લાઈનના જોડાણની કામગીરી કરવાની હોવાથી ૬ જાન્યુઆરીએ સવારનો પાણી સપ્લાય આપી  જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શટડાઉન કરવામા આવશે.