Gujarat

ચાંદી બની કથીર: સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ

By GS TEAM
2 Jan 20261 min read
ચાંદી બની કથીર: સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ

ચમકતી ધાતુના દામ ઉપર તળે થતાં વંપારને લુણો : ભાવમાં અકલ્પનીય ઉછાળાને લીધે કાનપુર, બનારસ, ઈન્દોરના ધંધાર્થીઓ સાથે સેટલમેન્ટની નોબત : રકમ ચૂકવવા મથામણ 

રાજકોટ, : રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. એકલા સામાકાંઠે જ 1200થી વધુ  વેપારીઓ છે. ચાંદીના ભાવમાં પાછલા કેટલાક ટૂંકાગાળામાં આવેલા તોતિંગ ઉછાળાથી વેપારીઓની કમર તૂટી ગઇ છે. આ જ કારણ છે કે હાલમાં ધંધો ઠપ્પ થઇ ગયો છે.

ચાંદીના ભાવમાં અકલ્પનીય ઉછાળાને કારણે રાજકોટનાં ચાંદીના વેપારીઓને કરોડોની ખોટ ગઇ હતી. સામાકાંઠાના અડધો-અડધ વેપારીઓ મુખ્યત્વે કાનપુર, બનારસ અને ઇન્દોરના વેપારીઓ સાથે કામ કરે છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજકોટનાં ઘણા વેપારીઓએ ભાવમાં ઉછાળાને કારણે કાનપુર, બનારસ અને ઇન્દોરનાં વેપારીઓ સાથે સેટલમેન્ટ કરવું પડયું છે. જેમાં પણ રાજકોટનાં વેપારીઓને બહુ મોટો ફટકો પડયો છે. આ પૈકીનાં ઘણાં વેપારીઓએ ધંધો હાલ પૂરતો સમેટી લીધો છે અને સેટલમેન્ટ મુજબ રકમ સૂચવવા મથી રહ્યાં છે. પાછલા કેટલાક સમયમાં ચાંદીનાં ભાવમાં થયેલી ઉથલપાથલને કારણે ચાંદીની ચર્ચા હવે પાનનાં ગલ્લાઓ સુધી પહોંચી ગઇ છે.