Gujarat

વડોદરા રેલ્વે મંડળના પીઆરએસ કાઉન્ટરો પર ડિજિટલ પેમેન્ટમાં નોંધપાત્ર વૃધ્ધિ

By GS TEAM
25 Jun 20251 min read
વડોદરા રેલ્વે મંડળના પીઆરએસ કાઉન્ટરો પર ડિજિટલ પેમેન્ટમાં નોંધપાત્ર  વૃધ્ધિ

વડોદરા મંડળના પીઆરએસ (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટરો પર ડિજિટલ ચુકવણીમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે મંડળ સ્તરે ડિજિટલ ચુકવણી સ્તર સરેરાશ 36.16 ટકા રહ્યો હતો.

ભારતીય રેલવે દ્વારા ડિજિટલ ઈન્ડિયા પહેલ હેઠળ રોકડ રહિત લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કરવામાં આવી રહેલા પ્રયત્નોના સકારાત્મક પરિણામ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર સ્ટેશને 68.46 ટકા ડિજિટલ ચુકવણી દરની સાથે મંડળમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે એકતાનગર સ્ટેશને 62.32 ટકા, તથા પ્રતાપનગર સ્ટેશને 60.92 ટકા ડિજિટલ લેવડ-દેવડનો દર રેકોર્ડ થયો હતો. યાત્રી હવે યૂપીઆઈ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને અન્ય ડિજિટલ વિકલ્પો મારફતે ટિકિટ બુકિંગ કરાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે, જેનાથી પ્રક્રિયા વધુ સુવિધાજનક, પારદર્શક અને ઝડપી બની છે.