Gujarat

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ

By GS TEAM
25 Jul 20251 min read
TukuTouch Logo
પીઆરએસ કાઉન્ટર પર ડિજિટલ ચુકવણી ટકાવારી 55.61 ટકા સુધી પહોંચી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ

Vadodara Railway Station : વડોદરા રેલવે ડિવિઝનના પ્રતાપનગર સ્ટેશન 98 ટકા, અંકલેશ્વર સ્ટેશન 95.68 ટકા અને વડોદરા સ્ટેશન 62.14 ટકા સાથે ડિજિટલ લેન-દેનનો દર નોંધાયો હતો.

વડોદરા રેલવે ડિવિઝનના PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર પર કેશલેસ બુકિંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

23 જુલાઈના રોજ, પ્રતાપનગર  સ્ટેશન 98% કેશલેસ લેન-દેન સાથે સમગ્ર મંડળમાં ટોચ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે અંકલેશ્વરમાં 95.68% અને વડોદરામાં 62.14% ટકા ડિજિટલ લેન-દેન નો પ્રશંસનીય દર નોંધાયો હતો. વડોદરા મંડળમાં પીઆરએસ કાઉન્ટર પર સરેરાશ ડિજિટલ ચુકવણી ટકાવારી 55.61% સુધી પહોંચી ગઈ છે, જે મુસાફરોના વધતા રૂઝાન અને મંડળની ડિજિટલ નીતિની સફળતાને દર્શાવે છે. મુસાફરો હવે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ જેવા સુરક્ષિત અને ઝડપી ડિજિટલ વિકલ્પોને પસંદ કરી રહ્યા છે, જે ટિકિટિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ઉપરાંત સમયની પણ બચત કરી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતીય રેલવે દ્વારા ડિજિટલ લેન-દેન ને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાંની સકારાત્મક અસર હવે દેખાઈ રહી છે.