વડોદરા રેલ્વે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ
Vadodara Raiway Station : ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતીય રેલવે દ્વારા ડિજિટલ લેન-દેનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાંની સકારાત્મક અસર દેખાઈ રહી છે. વડોદરા રેલવે ડિવિઝનના PRS કાઉન્ટર પર કેશલેસ બુકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગત તા.12 જુલાઈના રોજ અંકલેશ્વર સ્ટેશન 97.44 ટકા કેશલેસ લેન-દેન સાથે સમગ્ર મંડળમાં ટોચ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે પ્રતાપનગરમાં 81.52 ટકા, આણંદમાં 79.38 ટકા ડિજિટલ લેન-દેનનો દર રહ્યો હતો. વડોદરા મંડળમાં પીઆરએસ કાઉન્ટર પર સરેરાશ ડિજિટલ ચુકવણી ટકાવારી 51.47 ટકા સુધી પહોંચી ગઈ છે, મુસાફરો હવે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ જેવા સુરક્ષિત અને ઝડપી ડિજિટલ વિકલ્પોને પસંદ કરી રહ્યા છે, જે ટિકિટિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ઉપરાંત સમયની પણ બચત કરી રહ્યા છે.