Get The App

જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું 1 - image


- માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ

- બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળી શકે

રાજુલા : જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી સાવચેત રહી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સુચનાને અનુસંધાને જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે જીએમબી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તા.૨૯-૮થી તા.૨-૯ સુધી દરિયામાં ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઊંચા મોજા ઉછળવાના પણ એંધાણ હોવાથી જાનમાલની નુકશાની ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે.

Tags :