Gujarat
મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત
By GS TEAM
6 Oct 20251 min read

- માછીમારો-સાગરખેડૂઓને દરિયો ન ખેડવા ચેતવણી
- શક્તિ વાવાઝોડાના પગલે ભાવનગર, ઘોઘા, અલંગ બંદરે પણ સિગ્નલ લગાવવામાં આવ્યા
મહુવા : સમુદ્ર સમુદ્રીમાં ઉભા થયેલા શક્તિ વાવાઝોડાના પગલે ભાવનગર જિલ્લાના બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવી સાગરખેડૂ-માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવધ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાના અસર નહિવત્ થવાની સંભાવના છે, તેમ છતાં મહુવા બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી અગમચેતીના ભાગરૂપે સાગર સુરક્ષા દળની ટીમને દરિયાઈ પટ્ટી પર તૈનાત કરવામાં આવી છે. મહુવા ઉપરાંત ભાવનગર, ઘોઘા અને અલંગ બંદરે પણ ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વધુમાં તંત્ર દ્વારા માછીમારોને હજુ બે-ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવવામાં આવ્યા છે.








