Gujarat

સિદ્ધપુરના બીલિયામાં એક્ટિવા પર બેસીને વીડિયો કોલ કરતી વખતે મોબાઇલમાં થયો બ્લાસ્ટ, યુવકનું મોત

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
હાલ આધુનિક યુગમાં મોબાઇલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. મોબાઇલના કારણે જીવન ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ ઘણીવાર મોબાઇલના કારણે જીવ જોખમમાં મુકાઇ જાય છે અથવા જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે યુવક એક્ટિવા પર બેસીને વીડિયો કોલ કરી રહ્યો હતો. તે દરમિયાન મોબાઈલમાં બ્લાસ્ટ થતા એક્ટિવા પર રાખેલા પેટ્રોલ ભરેલા કેરબાના કારણે આગ ભભૂકી હતી. જેના કારણે યુવાન ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધપુરના બીલિયામાં એક્ટિવા પર બેસીને વીડિયો કોલ કરતી વખતે મોબાઇલમાં થયો બ્લાસ્ટ, યુવકનું મોત
AI Image

Mobile Blast in Sidhpur: હાલ આધુનિક યુગમાં મોબાઇલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. મોબાઇલના કારણે જીવન ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ ઘણીવાર મોબાઇલના કારણે જીવ જોખમમાં મુકાઇ જાય છે અથવા જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે યુવક એક્ટિવા પર બેસીને વીડિયો કોલ કરી રહ્યો હતો. તે દરમિયાન મોબાઈલમાં બ્લાસ્ટ થતા એક્ટિવા પર રાખેલા પેટ્રોલ ભરેલા કેરબાના કારણે આગ ભભૂકી હતી. જેના કારણે યુવાન ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લામાં મોબાઈલ બ્લાસ્ટની વધુ એક ઘટના સામે આવી છે. સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે ઓગડનાથ મંદિર નજીકથી એક્ટિવા પર કેરબામાં પેટ્રોલ ભરીને જઈ રહેલો યુવાન દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલે એક્ટિવાને સાઈડમાં ઉભું રાખીને એક્ટિવા પર બેસીને મોબાઈલ પર વીડિયો કોલ કરતા અચાનક યુવાનનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ બ્લાસ્ટના કારણે એક્ટિવા પર રાખેલા પેટ્રોલ ભરેલા કેરબાને કારણે આગ ભભૂકી ઉઠતાં યુવાનના ગંભીર રીતે દાઝી ગયો હતો. 

આ પણ વાંચો: અમરેલીમાં કોઝવે પર ફસાઈ કાર: કાચ તોડી બોનટ પર બેઠા યુવકો, પોલીસ-ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ

આ ઘટનાની જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને પંચનામું કરીને મૃતદેહને સિદ્ધપુરની સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.