Get The App

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી 1 - image

વડોદરાઃ હરણી-સમા લિન્ક રોડ પર આવેલી સિધ્ધેશ્વર પેરેડાઇઝ સાઇટના બિલ્ડર ગુ્રપ સામે રૃ.૧.૮૧ કરોડની  છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેમના ત્રણ ભાઇઓ અને પુત્ર સામે હરણી-સમાની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં રૃ.૩ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર દર્શિત શાહે કરેલા પોલીસ કેસમાં પાંચેય આરોપીનો હજી પત્તો લાગ્યો નથી. આ કેસમાં આરોપીઓએ ફરિયાદ રદ કરવા કોર્ટમાં દાદ માગી હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચંદ્રપુર ખાતે રહેતા શિક્ષક અને ખેડૂત ચન્દ્રકાન્ત ભાઇ પટેલના પત્ની હિનાબેને પણ પોલીસ કમિશનરને એક અરજી આપી બિલ્ડર ગુ્રપે તેમની સાથે ૧.૮૧ કરોડની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યંુ છે કે,વર્ષ-૨૦૨૧માં હરણી- સમા લિન્ક રોડ પર એસપી ઇન્ફ્રા ગુ્રપની સિધ્ધેશ્વર પેરેડાઇઝ સાઇટ પર અમે ચાર દુકાનો લીધી હતી અને તેની સામે કુલ રૃ.૧.૮૧કરોડનું પેમેન્ટ કર્યું હતું.પરંતુ બિલ્ડરોએ આ ચારેય દુકાનોનો ત્રાહિત વ્યક્તિઓ સાથે સોદો કરી દઇ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

જેથી બિલ્ડર પ્રવિણ ભાદાભાઇ પાનસુરિયા તેમના ભાઇ સુરેશ ભદાભાઇ, મનિષ ભદાભાઇ,કિશોર ભદાભાઇ અને રવિ સુરેશભાઇ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.