Gujarat

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત

By GS TEAM
24 Aug 20251 min read
રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત

વડોદરા, તા.24 પોર પાસે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ કંપનીના એચઆર મેનેજરનું ટ્રેલર ટ્રકની અડફેટમાં કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના મૂળ રહીશ પરંતુ હાલ કરજણ તાલુકાના બામણગામ પાસે ભાડેથી રામખીલૌન નેપસાઇ કુશ્વાહા (ઉ.વ.૪૫) રહેતા હતાં. ગઇકાલે સવારે તેઓ પોર પાસે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા હતા ત્યારે વડોદરા-કરજણ ટ્રેક પર પૂરપાટઝડપે આવતા એક ટ્રેલર ટ્રકે ડ્રાઇવર સાઇડ અથાડી વ્હિલ શરીર પર ફેરવી દેતા સ્થળ પર જ કરૃણ મોત નિપજ્યું  હતું.

અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતા જ્યારે રામખીલૌનને પોર સરકારી દવાખાને પીએમ માટે લઇ જવાયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે ભારત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટિ ફોર્સ નામની સિક્યુરિટિ એજન્સીમાં મૃતક એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા હતાં. આ અંગે સિક્યુરિટિ એજન્સીના માલિક અજીતકુમાર અમૃતલાલ દુબેની ફરિયાદ મુજબ વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.