Get The App

ગોધરા રેલવે સ્ટેશને શન્ટિંગ મેળાનું આયોજન કરાયું

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા રેલવે સ્ટેશને શન્ટિંગ મેળાનું આયોજન કરાયું 1 - image

રેલવે મુસાફરોની સુરક્ષા હેતુ રેલવેના કર્મચારીઓ માટે ગોધરા રેલવે સ્ટેશને શન્ટિંગ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ૧૦૭કર્મચારીઓએ ભાગ લીધો. સેમિનારમાં પ્રશ્નોત્તરી સત્ર, શન્ટિંગ કાર્ય દરમિયાન લેવાતી સાવચેતીઓ, પાવર બ્લોક દરમિયાન સલામતી પગલાં, દિવસ અને રાત્રે હાથ સંકેતોનો ઉપયોગ વગેરે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચર્ચા કરી સુરક્ષા મુદ્દે કર્મચારીઓને જાગૃત કરાયા હતા. નોંધનીય છે કે, ટ્રેન અથવા એના કેટલાક ડબ્બાઓ દ્વારા પાટા બદલવા / દિશા બદલવાની કામગીરીને શન્ટિંગ કહેવાય છે.