Get The App

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા 1 - image

વિશ્વ શાંતિ અર્થે ઐતિહાસિક આયોજન 250 કિલો ગાયનું ઘી, 1100 કિલો ઔષધિ, ફળ, ફૂલ, મીઠાઈ તથા સૂકા મેવા દ્વારા હોમ

આમરણ, :  મોરબી જિલ્લાના આમરણ ગામે સમગ્ર વિશ્વમાં શાંતિ અર્થે એક લાખ પચ્ચીસ હજાર લાડુ દ્વારા ગણેશ મહાયજ્ઞાનું આયોજન દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવા આ ઐતિહાસિક યજ્ઞામાં અસંખ્ય ભાવિકો જોડાશે. આમરણમાં વગડેશ્વર મહાદેવ મંદિરમાં રાંકા માંકા સુરાપુરાદાદા તથા ખીમજ ભવાની માતાજીના સાનિધ્યમાં સવા લાખ લાડુ, અઢીસો કિલો ગાયનું ઘી, 1100 કિલો ઔષધિ તેમજ ફળ-ફૂલ, મીઠાઈ તથા સૂકા મેવા દ્વારા ગણેશ યજ્ઞામાં આહુતિ આપવામાં આવશે. યજ્ઞામાં પ્રધાન આચાર્યપદે ગજાનન આશ્રમ માલસર વાળા ગુરૂજી રહેશે. 

આ યજ્ઞામાં 35 જોડી યજમાન બેસશે. 51 વિદ્વાન બ્રાહ્મણો સાથે ચાર વેદના અલગ-અલગ બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી વિશ્વ કલ્યાણની ભાવના સાથે યજ્ઞા થશે. 11 કુંડી યજ્ઞામાં મુખ્ય યજ્ઞા કુંડ પદ્મકુંડ બનાવવામાં આવશે. આ યજ્ઞા રોગચાળામાંથી મુક્તિ, વાતાવરણની શુધ્ધિ, શરીરની શુધ્ધિ તથા આરોગ્યની પ્રાપ્ત માટે શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે.