Get The App

જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ 1 - image

- ફાયરિંગ કરી આરોપી ફરાર : કલોકના શખ્સ સામે ગુનો

- દુકાનમાં કામ કરતા મજૂરે રૂપિયા પરત નહીં કરતા લેણદારે માલિક પર હુમલો કર્યો

માંડલ : માંડલ તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર વિઠલાપુર-બેચરાજી હાઈવે ઉપર સનરાઈઝ આર્કેડ નામે કોમ્પ્લેક્ષની બહાર કેમ્પસમાં તા.૧૧ને ગુરૂવારની રાત્રિએ આશરે ૧૦ વાગ્યાના આસપાસ ઉછીના રૂપિયા પરત નહીં આપવાના મામલે એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરાયું હોવાની ઘટના સામે આવી હતી. 

રાજસ્થાનના શિરોહી ગામના વતની શ્રવણકુમાર હિંમતરામ સરગરાની દુકાન જાલીસણા ગામ નજીક શિવમ પ્લાઝામાં કોમ્પલેક્ષમાં આવેલી છે. તેમની દુકાનમાં કામ કરતા મજૂરને પૈસાની જરૂર હોય શ્રવણકુમારે વિષ્ણુ શર્મા પાસેથી રૂ.૧૦ હજાર ઉછીના આપ્યા હતાં. વિષ્ણુ શર્માએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા શ્રવણકુમાર પરત આપ્યા નહતા.

જેનું મનદુઃખ રાખીને વિષ્ણુ શર્માએ સનરાઈઝ આર્કેડના કેમ્પસમાં ગુરૂવારની રાત્રિના ૧૦ વાગ્યાના આસપાસ શ્રવણકુમારના પેટના ભાગે રીવોલ્વરથી ગોળી મારીને નાસી છૂટયો હતો. 

સમગ્ર ઘટનાની જાણ વિઠલાપુર પોલીસને થતાં મોડી રાત્રિએ વિઠલાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ અને કાર્યવાહી શરૂ કરી હતી. દુકાન માલિક શ્રવણકુમાર લોહીલુહાણ ઈજાગ્રસ્ત હાલત હોઈ જેને અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. 

આ મામલે ઈજાગ્રસ્તના પત્ની સીતાદેવી શ્રવણકુમાર સરગરાનીએ વિઠછલાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિષ્ણુ શર્મા (રહે.હાલ રહે. કલોલ, જિ.ગાંધીનગર, મુળ રહે.ચરખી દાદરી-રાજ્ય હરિયાણા)ને શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.