Get The App

સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
સયાલમાં સરકારી અનાજ બારોબાર વેચતો દુકાનદાર ઝડપાયો 1 - image

દુકાનમાંથી ૪૦ હજારનો અનઅધિકૃત અનાજનો જથ્થ જપ્ત

સસ્તા અનાજની દુકાનમાંથી ચણાનું કટ્ટુ લઇ જતો શખ્સ ઝડપાતા કૌભાંડ બહાર આવ્યું

સાયલાસાયલા શહેરમાં સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવનાર વેપારીઓ ગરીબોના હક્કનું અનાજ બારોબાર વહેંચી નાખતા ઝડપાયો છે. મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધરી ૪૦ હજારથી વધુનો સરાકરી અનાજનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

સાયલાની મેઇન બજારમાં સસ્તા અનાજની દુકાનનો સંચાલક કોશિયા ભીખાભાઈ વિરજીભાઈ સરકારી અનાજ સગેવગે કરતો હોવાની બાતમી મળતા સાયલા મામલતદાર ચૌધરીએ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન કોશિયા ભીખાભાઈ વિરજીભાઈની સરકારી ચણાનું એક કટ્ટુ એક્ટિવમાં લઇ જતો ગેલડીયા જયપાલભાઇ મનસુખભાઇ ઝડપાયો હતો. જયપાલભાઇની પુછપરછ કરતા ચણાનું કટ્ટુ ભીખાભાઈ પાસેથી ૪૦ રૃપિયા કિલો લેખે ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું.

મામલતદારે કોશિયા ભીખાભાઈ વિરજીભાઈની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા તુવેર દાળના ચાર કટ્ટા, ચણાના ત્રણ કટ્ટા અનઅધિકૃત રીતે રાખેલ જોવા મળતા ચણા અને તુવેર દાળનો (બજાર કિં.રૃ.૩૨,૨૨૦) જથ્થો સીઝર કરવામાં આવ્યો હતો અને ભીખાભાઈ સામે જાહેર વિતરણ વ્યવસ્થા નિયમન મુજબ કાર્ય એવી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત મેઇન બજાર રોડ પર કોશિયા ભીખાભાઈ વિરજીભાઈના ભાઇ કોશીયા મહાદેવભાઇ વિરજીભાઈની સસ્તા અનાજની દુકાનનો વહિવટ પણ ભીખાઇભાઇ કરતા મામલતદારે ત્યાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં  ઓનલાઈન ફિઝિકલ સ્ટોક સાથે ભૌતિક જથ્થાનું મેળવણું કરવામાં આવતા તેમાં પણ વધઘટ જોવા મળી હતી.

ઘઉં જેમાં ૧૨૬ કિલોગ્રામનો તફાવત જેની કિંમત ૩૫૨૮ જોવા મળ્યો હતો ચોખા જેમાં ૮૬.૫૦ કિલોગ્રામ જેની કિંમત ૨૩૩૫ તફાવત સામે આવ્યો હતો અને ચણા જેમાં ૨૦ કિલોગ્રામ જેની કિંમત ૧૪૦૦ તફાવત સામે આવ્યો હતો જ્યારે કુલ રૃપિયા ૭૨૬૩નો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો હતો વધુમાં સીજ કરવામાં આવેલ જથ્થા બાબતે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જે તે સ્થિતિમાં જથ્થો દુકાન પર જાળવી રાખવાનો રહેશે તે પ્રકારનો સાયલા મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.