Gujarat

બિલ ગામમાં પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો

By GS TEAM
23 Sep 20251 min read
બિલ ગામમાં  પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો

વડોદરા,બિલ ગામમાં ગુટખાના બાકી  પૈસાની તકરારમાં દુકાનદાર પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

બિલ ગામ આર્યા  એલીગન્સમાં રહેતા વિરેનભાઇ અરવિંદભાઇ રાવ બિલ રોડ પર આવેલ મેડોવ્ઝ બંગ્લોઝમાં ગ્રાઉન્ડ ફ્લોર પર માં એજન્સીના નામે કરિયાણાની દુકાન ભાડેથી ચલાવે છે. ગત તા.૨૨ મી ના રોજ સાંજે પાંચ વાગ્યે મારી દુકાને ગયો હતો. રાતે આઠ વાગ્યે અમારી દુકાનની બાજુમાં આવેલ શિવાય એન્ડ પાન એન્ડ પાર્લરની દુકાનના માલિકનો દીકરો પ્રતિક રાજપૂત (રહે. પ્રમુખ સ્વામી તિર્થ, અટલાદરા) મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે,તમે લીધેલા ગુટખાના  પૈસા બાકી છે. મેં તેને કહ્યું કે, મારા કોઇ પૈસા બાકી નથી. મારી વાત સાંભળીને તેણે ઉશ્કેરાઇને ગાલો બોલી દુકાનમાંથી લોખંડનો સળિયો લઇ આવી મારા પર હુમલો કર્યો હતો. આજુબાજુના લોકો આવી જતા તે ભાગી ગયો હતો.