Get The App

પરિવાર ચાર રસ્તા પાસે બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
પરિવાર ચાર રસ્તા પાસે બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત 1 - image

વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે જસરાજ કોમ્પ્લેક્સ ખાતે જય જલારામ સેવઉસળ દુકાનમાં સંચાલક જયેશ દીપકભાઈ મકવાણા (રહે -ધરતી ટેનામેન્ટ, વાઘોડિયા રોડ) 15 વર્ષના બાળકને મહિને રૂ.7500 વેતન આપી બાળમજૂરી કરાવી આર્થિક અને માનસિક શોષણ કરતો હોવાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરાને મળી હતી. જેના આધારે પોલીસને સાથે રાખી દરોડો પાડી બાળકને મુક્ત કરાવી દુકાન સંચાલક સામે ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.