Get The App

વડોદરા કોર્પોરેશને મારેલું સીલ તોડી નાખી સામાન સગેવગે કરવાનો કારસો : સંચાલક રંગેહાથ ઝડપાયો

Updated: Nov 30th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશને મારેલું સીલ તોડી નાખી સામાન સગેવગે કરવાનો કારસો : સંચાલક રંગેહાથ ઝડપાયો 1 - image


Vadodara : વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી એપોલો ફાર્મસીની દુકાનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી હતી. જોકે રાત્રી દરમિયાન ઠંડીના અંધારાનો લાભ લઇ કોઈ જોઈ ન શકે તેવી રીતે સંચાલકે પરવાનગી વિના સીલ લોક ખોલી સામાન સગવગે કર્યો હતો. જો કે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે સ્થળ પર જઈ કોર્પોરેશનનું આ મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 4 ની પાસે આવેલી ઈમારતમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે. જેને કોર્પોરેશનની  ટીમ દ્વારા સીલ મારવામાં આવી હતી. જેથી આ દુકાન ઘણા સમયથી બંધ પડી હતી. તેવામાં શુક્રવારે મોડી રાત્રે શહેરમાં જ્યારે ઠંડીનો ચમકારો વર્તાયો છે ત્યારે રસ્તા પણ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે અંધારાનો લાભ લઇ કોઈ જોઈ ન શકે તેવી રીતે એપોલો ફાર્મસી દુકાનના સંચાલકોએ કોર્પોરેશન દ્વારા મરાયેલી દુકાનનું સીલ પરવાનગી વિના જ ખોલી નાખ્યું અને દુકાનમાંથી સર સામાન પણ સગેવગે કરવામાં આવ્યો, આ દરમિયાન આ કારસા અંગેની માહિતી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થઈ અને તેઓ ત્વરિત એપોલો ફાર્માસીની દુકાન પર દોડી ગયા, તેઓએ કયા કારણથી અને કોની પરવાનગીથી કોર્પોરેશને મારેલું સીલ ખોલી નાખ્યું અને સામાન કોને પૂછી બહાર કાઢી રહ્યા છો તેમ જણાવ્યું. ત્યારે સમાન કાર્ડના વ્યક્તિઓ દ્વારા કોઈ પરવાનગી લીધી ન હતી અને મેહુલ નામના કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા મૌખિક રીતે આ સામાન સગવ વગેરે કરવા જણાવ્યું હોવાની કેફીયત વર્ણવી હતી જેથી વડોદરા શહેર યુવક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સામાન સગેવાગે કરવાની કાર્યવાહી અટકાવી કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Tags :