Get The App

જામનગરની કેદાર લાલ શુટીંગ એકેડમીના શુટરોની નેશનલ લેવલે પસંદગી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની કેદાર લાલ શુટીંગ એકેડમીના શુટરોની નેશનલ લેવલે પસંદગી 1 - image

Jamnagar : અમદાવાદમાં 34મી જી.વી.માંવલંકર નામની પ્રિ-નેશનલ કોમ્પિટીશીનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જામનગરની કેદાર લાલ શુટીંગ એકેડમીના શુટરોની નેશનલ લેવલે પસંદગી થવા પામી છે.

 આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી સીલેકટેડ શુટરો પોત-પોતાના રાજયમાંથી સીલેકટ થઈ આ નેશનલ કોમ્પીટીશીનમાં સીલેકટ થવા માટે ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજયની ટીમમાં જામનગર જીલ્લાની એક માત્ર સંસ્થા કેદારલાલ શુટીંગ એકેડમીના કુલ 7 શુટરોએ ભાગ લીધો હતો. 

જેમાં શ્રધ્ધા નાંઢા, ઉ.વ.14, અજયગીરી ગોસ્વામી, ઉ.વ.30, રાજદીપ લવા, ઉ.વ.32, રાજેશ સોઢા, ઉ.વ.25, કરણભાઈ નાંધા, ઉ.વ.27, ગોવિંદભાઈ નંદાણીયા, અભિષેક વર્મા, ઉ.વ.28 એ જામનગર વતી ગુજરાત રાજય વતી પોતાનું ખેલ કૌશલ બતાવેલ હતું.

 આ સાત શુટરોમાંથી શ્રધ્ધા સુમિતભાઈ નાંઢાએ 400 માંથી 352 માર્ક મેળવેલ તથા અજયગીરી ગોસ્વામી, એ 400 માંથી 365 માર્ક મેળવી આ બન્ને શુટરો નેશનલ કોમ્પીટીશનમાં પસંદગી પામેલ છે.