Get The App

દરિયા ગણેશ મંદિર પાસે મળેલ શિવલિંગ અને નંદીદેવની શિવભક્તે પોતાના ઘરે સ્થાપના કરી

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
દરિયા ગણેશ મંદિર પાસે મળેલ શિવલિંગ અને નંદીદેવની શિવભક્તે પોતાના ઘરે સ્થાપના કરી 1 - image

- નંદીદેવનું વજન અંદાજે 150 કિ.ગ્રા. અને શિવલિંગનું વજન 15 કિ.ગ્રા : દરરોજ સવાર-સાંજ તેમને પૂજાય છે

સુરત, તા. 01 માર્ચ  

આજે મહાશિવરાત્રી છે અને શિવભક્તો રુદ્રાક્ષના શિવલિંગની સ્થાપના કરતા હોય છે. જોકે, આ વચ્ચે ડુમ્મસ દરિયા ગણેશના મંદિરની પાછળ શિલાઓ વચ્ચે મળી આવેલ શિવલિંગ અને નંદીને સહેલાણી તરીકે આવેલ એક શિવભક્તે આજુબાજુના વિસ્તારોમાં ગંદકી હોવાને કારણે ઘરે લઈ જઈને તેની સ્થાપના કરી તેમનું જતન કર્યું છે.

દરિયા ગણેશ મંદિર પાસે મળેલ શિવલિંગ અને નંદીદેવની શિવભક્તે પોતાના ઘરે સ્થાપના કરી 2 - image

થોડા દિવસ અગાઉ ડુમસ દરિયા કિનારે આવેલો ગણેશ મંદિરની પાછળ પથ્થરની શિલા વચ્ચે એક શિવલિંગ તથા પોથીયાદેવ(નંદી) મળ્યા હતા. ભરતીને કારણે ત્યાં કીચડ હોવાથી શરૂઆતમાં તેમના ઉપરી ભાગ જ જોવા મળ્યો હતો. જોકે બાદમાં તે શિવલિંગ અને નંદી હોવાની જાણ થઇ હતી. પ્રાથમિક દૃષ્ટિએ તેની બનાવટ પૌરાણિક હોવાનું દેખાય છે. જોકે તે માનવ સર્જિત છે તે સ્વયંભૂ છે તે અંગે જાણી શકાયું નથી. જો કે મહત્વની વાત એ છે કે મહાશિવરાત્રી પહેલા જ શિવલિંગ અને નંદીદેવની કતારગામના એક શિવભક્ત અંકિત ગોસ્વામીએ પોતાના ઘરે સ્થાપના કરી છે. ઉલ્લેખનીય છે કે જે સ્થળે થી તે મળી આવ્યા હતા તે સૂર્યની આજુબાજુ ગંદકી જોવા મળી હતી જેને લઇને અંકિતભાઈને દુઃખ થયું હતું અને તેમને પોતાના ઘરે કતારગામમાં લઈ જઈ સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. ઘરે આવ્યા બાદ તેમની દિવસમાં વિધિ-વિધાન થી બે વખત પૂજા-અર્ચના તેઓ કરે છે. જોકે અન્ય એક બાબત એ પણ છે કે ત્યાં રવિવાર હોવાથી અનેક સહેલાણીઓ મોજૂદ હતા અને ખાસ કરીને દરિયા ગણેશ પાસે 100થી વધુ વ્યક્તિઓ હોવા છતાં પણ કોઈએ તેમને સ્વચ્છ સ્થળે ઉંચકીને મુકવાની તસ્દી લીધી ન હતી. બાદમાં અંકિતભાઈ અને ચિરાગભાઈએ હાથ લંબાવ્યો હતો.

આ અંગે અંકિત ગોસ્વામીએ કહ્યું કે, સોશિયલ મીડિયા મારફતે મારા મિત્રને શિવલિંગ અને નંદી તેઓ અહીં હોવાની જાણ થઇ હતી. જેથી અમે ત્યાં ગયા હતા. જોકે ત્યાં આજુબાજુ ચોકલેટ અને વેફરના પેપરની ગંદકી જોતા મને દુઃખ થયું હતું. તેમનું આવી પરિસ્થિતિમાં ત્યાં જ રહેવું તેમની અવમાન અને અપમાન સમાન ગણાય. હું તે ઈચ્છતો ન હતો તેથી મેં તેમને મારા ઘરે સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું.