Gujarat

શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી, મધર ઓફ ઓલ ઈન્ડસ્ટ્રીઝ : વડાપ્રધાન

By GS TEAM
21 Sep 20253 mins read
શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી, મધર ઓફ ઓલ ઈન્ડસ્ટ્રીઝ : વડાપ્રધાન

- ભાવનગરમાં મરિન સેક્ટર માટેનો ઐતિહાસિક કાર્યક્રમ, શિપ બિલ્ડિંગ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે

- 2047 સુધીમાં દેશને શિપ બિલ્ડિંગ સેક્ટરમાં વિશ્વના અગ્રણી દેશોમાં સમાવવાનો લક્ષ્ય, મોટા જહાજોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે સરકારી માન્યતા મળી

ભાવનગર : શિપિંગ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોમાં ૨૦૪૭ સુધીમાં ભારતને સમાવવાન લક્ષ્ય સાથે ભાવનગરમાં આજે શિપ બિલ્ડિંગ, રિપેઈરિંગ અને રિસાયક્લિંગ તથા પોર્ટ્સના વિકાસ માટેનો મરિન સેક્ટર માટેનો ઐતિહાસિક કાર્યક્રમ સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજીત થયો હતો. જેમાં શિપિંગ ક્ષેત્ર સહિત રૂ.૩૩,૬૦૦ કરોડથી વધારેના વિવિધ પ્રોજેક્ટના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થયાં હતા.

ભાવનગરમાં આજે મરિન સેક્ટરનો ઐતિહાસિક કાર્યક્રમ સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ આયોજીત થયો હતો. જેમાં શિપ બિલ્ડિંગ, રિપેઈરિંગ અને રિસાયક્લિંગ તથા પોર્ટ્સના વિકાસને નવી દિશા આપવા શિપિંગ ક્ષેત્ર સહિત કુલ રૂ.૩૩,૬૦૦ કરોડથી વધારેના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત અને લોકાર્પણ થયાં હતા. વડાપ્રધાને શિપિંગ સેક્ટર અંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદીનું ભારત સમુદ્રને મોટા અવસર તરીકે જુએ છે. પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્ઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્ઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો પ્રગતિમાં છે. વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા મેરિટાઇમ ક્ષેત્રમાં રિફોર્મ કરી ૫ કાયદા રજૂ કર્યાં છે. જેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું. આ ઇતિહાસને પુનઃજીવિત કરવા માટે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી શિપ બિલ્ડર્સને બેન્કમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિપ બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી મધર ઓફ ઓલ ઈન્ડસ્ટ્રી છે. શિપ બિલ્ડિંગમાં થતું ૧ રૂપિયાનું રોકાણથી ઈકોનોમી બે ગણી વધે છે. આ સેક્ટરની ૧૦૦ નોકરી અન્ય સેક્ટરમાં ૬૦૦થી વધારે નોકરીઓ ઉભી કરે છે. સાથે જ તેમણે શિપ બિલ્ડિંગ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા ભાર મુક્યો હતો.

ભારતમાં છેલ્લા 11 વર્ષમાં પોર્ટ કેપેસિટી ડબલ થઈ

ભારતમાં છેલ્લા ૧૧ વર્ષમાં પોર્ટ કેપેસિટી ડબલ કરી છે. શીપ ટર્નઆઉટ ટાઇમ એક દિવસથી ઓછો થયો છે. કેરળમાં ડિપ વોટર કન્ટેઇનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ થયું છે. ૭૫,૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે. દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં ૧.૨૫ લાખથી વધીને ૩ લાખ થઇ છે. તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં ત્રણ ગણો વધારો કરવાનો લક્ષ્ય રખાયો છે.

મેરિટાઈમ ઈન્ડિયા વિઝન-2030 અને મેરિટાઈમ અમૃતકાળ વિઝન-2047 

ભારતને વૈશ્વિક મેરિટાઈમ પાવરહાઉસ બનાવવા અને દેશને અગ્રણી શિપ બિલ્ડિંગ દેશ બનાવવા માટે મેરિટાઈમ ઈન્ડિયા વિઝન-૨૦૩૦ અંતર્ગત દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટે ૧૫૦થી વધારે પરિવર્તનશિલ પગલાંઓ તેમજ મેરિટાઈમ અમૃતકાળ વિઝન-૨૦૪૭ રૂ.૭૦ લાખ કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે. જેનાથી ભારત શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં અગ્રણી દેશ બનશે.

શિપ બ્રેકિંગ ઈકો સિસ્ટમ બને છે, અલંગ તેનું ઉદાહરણ છે

શિપ બ્રેકિંગ અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતમાં શિપ બ્રેકિંગ ઈકો સિસ્ટમ બને છે, તેનું ઉદાહરણ અલંગ છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે. આજે તેનાથી અનેક લોકોને રોજગારી મળે છે.