શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર, 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર
Teaching Assistant Recruitment-2024: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-2024 અંતર્ગત કુલ-532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટhttps://gserc.in/ પર જાહેર કરવામાં આવ્યું છે.
ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.