Get The App

બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરીમાં સજ્જડ બંધ, થરાદમાં ઉજવણી, ધારાસભ્યોના વિરોધના સૂર

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરીમાં સજ્જડ બંધ, થરાદમાં ઉજવણી, ધારાસભ્યોના વિરોધના સૂર 1 - image


Vav- Tharad New District : નવા વર્ષની શરુઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઈને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે. સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરુઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે વહેલી સવારથી જ શિહોરીની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઈ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત્ રાખવામાં આવે. 

આ પણ વાંચો: અમદાવાદમાં મંદિરથી પરત ફરી રહેલા દંપતિને ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત, ટ્રક ડ્રાઇવર ફરાર

કાંકરેજના ધારાસભ્યને આ નિર્ણયને ખોટો ઠેરવ્યો

તો બીજી તરફ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. 

ધાનેરાના લોકોને થરાદ વિસ્તાર અનુકૂળ નથી

આ તરફ ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. 

Tags :