શહેરાના ધમાઇમાં નશાની હાલતમાં યુવકે 4 લોકો પર ટ્રેક્ટર ફેરવી દીધું, 1નું સારવાર દરમિયાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: રાજ્યમાં સતત વધતા જતા ક્રાઇમના બનાવો વચ્ચે શહેરા પંથકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગુરૂવારે પંચમહાલના શહેરા તાલુકાના ધમાઇ ગામે ફળીયામાં બેઠેલા વ્યક્તિઓ પર ગામના યુવકે હત્યાના ઇરાદે ટ્રેક્ટર હંકારી હુમલો કર્યો હતો. જેમાં 42 વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે રાત્રે શહેરાના ધમાઇ ગામે ગામના કેટલાક માણસો એક ઘરની બહાર ખુરશીઓ નાખીને બેઠા હતા. તે દરમિયાન દીલીપસિહ આરતસિહ પટેલ ટ્રેક્ટર લઇને આવ્યો હતો. તેણે ખુરશીમાં બેસેલા લોકોને પુછ્યું હતું કે 'હું આવું બેસવા', તો સ્થાનિકોએ તેને હા પાડી હતી, પરંતુ આરોપીએ ટ્રેક્ટરને રેસ આપી ત્યાં ખુરશીમાં બેઠલા તમામ લોકો પર ચડાવી દીધું હતું. જેથી કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે હસમુખ ભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ઘટના બાદ હોબાળો મચતા આરોપીએ ટ્રેક્ટરમાંથી ધારીયું કાઢી ટ્રેક્ટર ત્યાંજ છોડીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો: Gujarat Rain : 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા બોલાવશે ધડબડાટી

આ ઘટનામાં હસમુખ ભાઇને છાતી અને પગના ભાગે ઇજાઓ થતાં તેમને ગોધરાની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હસમુખ ભાઇનું મોત નીપજ્યું હતું. આ મમાલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેમાં ટ્રેક્ટર ચાલક નશાની હોવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









