શાસ્ત્રીનગરમાં શૌચાલય તોડવાનો વિવાદ , ભાજપ યુવા મોરચાના કાર્યકર સામે પોલીસ ફરિયાદ કરવા વિપક્ષની માંગ

અમદાવાદ, મંગળવાર,1 જુલાઈ,2025
શાસ્ત્રીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનુ જાહેર શૌચાલય
તોડવાના વિવાદમાં વિપક્ષ તરફથી ભાજપ યુવા મોરચાના કાર્યકર સામે પોલીસ ફરિયાદ કરવા
માંગ કરાઈ છે. બે વર્ષ પહેલા વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીરુમમા સ્ટીકર લગાવ્યા હતા.જે
મામલે ભાજપના ઈશારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ભાજપ
યુવા મોરચના કાર્યકર પૂજન પારેખે નવુ શૌચાલય બનાવી આપવા કોર્પોરેશનને બાંહેધરીપત્ર
લખી આપ્યુ છે.
શાસ્ત્રીનગરમાં વર્ષો અગાઉ કોર્પોરેશન દ્વારા બનાવવામા
આવેલા શૌચાલયને તોડી પાડવાની ઘટના પછી વિપક્ષનેતાએ કહયુ,બે વર્ષ પહેલા
કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી રુમમાં સામાન્ય પોસ્ટર લગાવાયા હતા એ મામલે
પોલીસ ફરિયાદ કરાઈ હતી. શાસ્ત્રીનગરમાં તો સરકારી મિલકત તોડી પડાઈ છે તો પોલીસ
ફરિયાદ કયા કારણથી કરવામા આવતી નથી. આ તરફ શ્રીજી ચાયવાલે દુકાનના માલિકે
કોર્પોરેશનને આપેલા લેખિત બાંહેધરીપત્રમાં તેની દુકાનનુ રીનોવેશન કામ ચાલતુ હતુ એ
સમયે કચરો ઉપાડવા આવેલા જે.સી.બી. અને આઈવા ટેમ્પો દ્વારા જાહેર શૌચાલયની દિવાલ
તૂટી ગઈ હોવાનો બચાવ કર્યો છે.આ ટોઈલેટ એજન્સી દ્વારા તોડવામા આવ્યુ હોવાનો બચાવ બાંહેધરીપત્રમાં
કર્યો છે.કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા શૌચાલયને તોડવાના મામલે ભાજપ યુવા
મોરચાના કાર્યકર સામે ભાજપ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.
કોર્પોરેટરો મદદમા ના આવતા ધારાસભ્ય પાસે ફોન કરાવ્યો
ઘાટલોડીયાના પ્રભાત ચોક પાસે આવલ શ્રીકુંજ ટેનામેન્ટમા
રહેતા પૂજન પારેખે ગત ગુરૃવારે રાતે શૌચાલય તોડાવ્યા પછી ભાજપના સ્થાનિક
કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો.પરંતુ સ્થાનિક કોર્પોરેટરોએ મદદ કરવાનો ઈન્કાર કરી
દેતા તેણે ધારાસભ્યને વિશ્વાસમા લઈ કોર્પોરેશન તેની દુકાનને સીલ ના મારે અને રુપિયા
એક લાખના બદલે રુપિયા ૫૦ હજારનો દંડ કરી છોડી દે એ માટેનો કારસો ઘડી નાંખ્યો
હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે.








