Navaratri 2022: નવરાત્રીમાં કેમ ગરબા રમવામાં આવે છે? જાણો રોચક તથ્ય
અમદાવાદ, તા. 03 ઓક્ટોબર 2022 સોમવાર
નવરાત્રી દરમિયાન ગરબાનો ક્રેઝ દરેકના ચહેરા પર જોવા મળે છે. લોકો અમુક અઠવાડિયા પહેલા રંગબેરંગી કપડાથી લઈને ગરબા નાઈટમાં ડાન્સ કરવાની તૈયારીઓ કરવાનુ શરૂ કરી દે છે. ઘણા લોકો તો એવા હોય છે જે નવરાત્રીની રાહ એટલા માટે જોવે છે કેમ કે આ દરમિયાન તેમને ગરબા રમવા, રંગબેરંગી કપડા પહેરવાની તક મળશે.
ગરબા અને ડાંડિયા રમવાની પરંપરા વર્ષો જૂની છે પરંતુ શુ તમે ખરેખર જાણો છો નવરાત્રિમાં ગરબા કેમ રમવામાં આવે છે અને માતાની શક્તિ સાથે કેમ જોડવામાં આવે છે આ ડાન્સ. આવો જાણીએ આના પાછળનુ સાચુ કારણ.
ગરબા અને નવરાત્રિનુ કનેક્શન- નવરાત્રિના 9 દિવસમાં માતાને પ્રસન્ન કરવાના અલગ-અલગ ઉપાયોમાંનો એક ઉપાય નૃત્ય પણ છે. શાસ્ત્રોમાં નૃત્યને સાધનાનો એક માર્ગ ગણાવાયો છે. ગરબા નૃત્યના માધ્યમથી માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે સમગ્ર દેશમાં આનુ આયોજન કરવામાં આવે છે.
ગરબાનો અર્થ
ગરબાનો શાબ્દિક અર્થ છે ગર્ભ દીપ. ગર્ભ દીપને સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનુ પ્રતીક માનવામાં આવ્યુ છે. આ શક્તિની માતા દુર્ગાના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માટીના ઘડામાં ઘણા છિદ્ર પાડીને તેની અંદર એક દીવો પ્રગટાવીને રાખવામાં આવે છે. આ સાથે ચાંદીનો એક સિક્કો પણ રાખવામાં આવે છે. આ દીવાને જ દીપ ગર્ભ કહેવામાં આવે છે.
ત્રણ તાળીઓનુ રહસ્ય
ગરબા નૃત્ય દરમિયાન મહિલાઓ 3 તાળીઓનો ઉપયોગ કરે છે. આ 3 તાળીઓ આ સમગ્ર બ્રહ્માંડના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત થાય છે. ગરબા નૃત્યમાં આ ત્રણ તાળીઓ વગાડીને આ ત્રણેય દેવતાઓનુ આહ્વાન કરવામાં આવે છે. આ 3 તાળીઓની ધ્વનિથી જે તેજ પ્રગટ થાય છે અને તરંગો ઉત્પન્ન થાય છે તેનાથી શક્તિ સ્વરૂપા માતા અંબા જાગૃત થાય છે.
કેવી રીતે રમાય છે ગરબા
ગરબા રમતી વખતે મહિલાઓ અને પુરુષ તાળી, ચપટી, ડાંડિયા અને મંજીરાઓનો ઉપયોગ કરે છે. તાલથી તાલ મિલાવવા માટે મહિલાઓ અને પુરુષોનુ બે કે પછી ચારનુ ગ્રૂપ બનાવીને નૃત્ય કરવામાં આવે છે.