Gujarat

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

By GS TEAM
16 May 20261 min read
ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

ભાવનગર - આવતીકાલ તા.૧૬ મે ને શનિવારે  શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલા સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં શનિ મહારાજના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે સવારે ૫-૩૦ થી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમા યોજાશે. સવારે ૯ થી મહાપ્રસાદનું વિતરણ કરાશે. શહેરના તળાજા રોડ પરના ટોપ થ્રી સીનેમા સામે આવેલા સાંઈધામ સાંઈબાબાના મંદિરમાં સવારે ૫-૩૦ થી રાત્રે ૧૧-૩૦ સુધી આરતીધ્વજારોપણ, મહાઆરતી, મહાપ્રસાદ અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાશે. શહેરના પાનવાડી ખાતે બિલેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલ શનિદેવના મંદિરમાં આખો દિવસ શણગાર, પ્રસાદ, સાંજે ૭-૩૦ કલાકે દિ૫માળાનું આયોજન કરાયેલ છે.