Get The App

બિલ્ડર પાસે રૃા.25 કરોડ કઢાવવા શૈલેષ ભટ્ટે રાજકોટના અનિરુધ્ધસિંહને સોપારી આપેલી

દોઢ ટકા વ્યાજ સાથે રૃા.4 કરોડના 6 કરોડ વસુલ્યા છતા ફેબુ્રઆરીમાં બિલ્ડરની સાઇટ પર કબજો જમાવી 4 દિવસ પહેલા બિલ્ડર અને પત્નીને રિવોલ્વર બતાવી જમીન પર ફેન્સિંગ કરવા ધમકી આપી

પ્રોજેક્ટની જમીનમાં યુએલસીનો જૂનો કેસ ચાલુ હોય તેમાંથી જમીન છૂટી કરવા માટે નાના વરાછાના બિલ્ડરે શૈલેષ ભટ્ટ અને વિજય ખોખરીયા પાસેથી રૃ.4 કરોડ દોઢ ટકાના વ્યાજે ચેકથી લીધા હતા

Updated: Aug 24th, 2020

GS TEAM


Google News
Google News

સુરત, તા.24 ઓગષ્ટ 2020 સોમવાર


લસકાણામાં બિલ્ડરના ફ્લેટમાં કબ્જો જમાવનારા જૂનાગઢના ચાર રીઢા આરોપીઓને સરથાણા પોલીસે હથિયારો સાથે ઝડપી લીધા બાદ નાના સુરતના બિલ્ડરે પાંચ વર્ષ પહેલા પ્રોજેકટ માટે લીધેલા રૃા.4 કરોડના દોઢ ટકા વ્યાજ લેખે રૃા.6 કરોડ ચૂકવી દીધા બાદ પણ સાડા ચાર ટકા વ્યાજ ગણી વધુ રૃા.25 કરોડ કઢાવવા બિલ્ડર શૈલેષ ભટ્ટે રાજકોટના કુખ્યાત અનિરુધ્ધસિંહ રીબડાને સોપારી આપી હતી. તે અંતર્ગત સુરતના બિલ્ડરની જમીન અને સાઇટ પર કબજો કરી ધમકી અપાતા શૈલેષ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રીબડા સહિત 11 વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નાના વરાછા ગાર્ડન ગેટ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર રાજુભાઈ રવજીભાઈ દેસાઈએ તેમના લસકાણા સ્થિત પ્રોજેક્ટ સિદ્ધિ વિનાયક ગ્રીનના એક ફ્લેટમાં ચાર વ્યક્તિએ કબ્જો જમાવ્યાની શનિવારે સરથાણા પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ત્યાં છાપો મારી જૂનાગઢના સલીમ ઈબ્રાહીમ ઠેબા, સાજીત સુલતાન ઠેબા, હનીફ અલ્લારખાં દરઝાદા, ઉમર કાસમ પટણીને ચાર પિસ્તોલ, 13 જીવતા કારતુસ, બે ચપ્પુ અને ચાર મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

બાદમાં પોલીસે રાજુભાઇની પુછપરછ કરતા તેમણેવ્ણાવ્યું હતુ કેપાંચ વર્ષ અગાઉ તેમણે પ્રોજેક્ટની જમીનમાં યુએલસીનો જૂનો કેસ ચાલુ હોય તેમાંથી જમીન છૂટી કરવા માટે શૈલેષ ભટ્ટ અને વિજય ખોખરીયા પાસેથી રૃ.4 કરોડ દોઢ ટકાના વ્યાજે ચેકથી લીધા હતા. તે સમયે બંનેએ રૃ.30 લાખ વ્યાજ એડવાન્સમાં કાપી બાકીની રકમ આપી હતી અને તેની સામે સિક્યુરીટી પેટે બંનેએ રાજુભાઈ પાસેથી કબ્જા વગરનો રજીસ્ટર સાટાખત કરાવી દીધો હતો. જોકે, ત્યાર બાદ બંનેએ દોઢ ટકાને બદલે સાડા ચાર ટકા વ્યાજના ગણી તે વ્યાજ વસૂલવા બળજબરીથી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે લખાણ કરાવ્યું હતું.

વ્યાજે લીધેલી રકમ સામે રૃ.6 કરોડ ચૂકવી દીધુ હતું છતાં શૈલેષ ભટ્ટે વધુ રૃ.25 કરોડ માંગ્યા હતા. રાજુભાઈ તે ન આપી શકતા શૈલેષ ભટ્ટે રાજકોટના કુખ્યાત અનિરુદ્ધસિંહ ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજાને સોપારી આપી હતી. અનિરુદ્ધસિંહ રીબડાએ રકમના બદલામાં કોઈ જમીન આપવા કહ્યું હતું અને તેમ ન થતા સાગરીતોને મોકલી ગત ફેબ્આરી માસમાં રાજુભાઈની જમીન અને ફ્લેટની સાઈટ ઉપર ચાર માણસો બેસાડી કબ્જો જમાવી દીધો હતો. બાદમાં અમદાવાદ રાજપથ ક્લબમાં અને તેના ગામમાં રાજુભાઈએ અનિરુદ્ધસિંહ સાથે મુલાકાત કરી મામલો પૂરો કરવા ભાગદોડ કરી હતી. પણ તેમ થયું ન હતું અને ચાર દિવસ અગાઉ અનિરુદ્ધસિંહ રીબડાના સાગરીત શબ્બીરે 12 સાગરીતો સાથે રાજુભાઈની સાઈટ ઉપર ફેન્સીંગ કરી કબ્જો જમાવી રાજુભાઈના કોન્ટ્રાકટર અને અન્યોને તગેડી મુકતા રાજુભાઈ પત્ની સાથે ત્યાં ગયા તો શબ્બીરે તેમને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી.

પોલીસ પુછપરછમાં આ હકીકત સામે આવતા સરથાણા પોલીસે ગત મધરાત્રે શૈલેષ ભટ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડા સહિત 11 વિરુદ્ધ રાયોટીંગ, ધાક ધમકી, આર્મ્સ એક્ટ, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમનની કલમ 38,39,40 અને જીપીએ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

 બિલ્ડરની જમીન અને સાઈટ ઉપર છેક ફેબુ્રઆરી માસથી કબ્જો જમાવ્યો હતો છતાં બિલ્ડરે છ મહિના બાદ પોલીસને જાણ કરી

શૈલેષ ભટ્ટે વિજય ખોખરીયા સાથે વિખવાદ બાદ બિલ્ડર રાજુભાઈને વ્યાજે આપેલા પૈસાના બદલામાં બળજબરીથી લખાણ કરાવ્યું હતું અને બીટકોઈનમાં ઝડપાયા બાદ જગ્યાનો હવાલો અનિરુદ્ધસિંહ રીબડાને આપી દેતા તેણે રાજુભાઈની સાઈટ ઉપર પોતાના ચાર માણસો મૂકી કબ્જો જમાવ્યો હતો. થોડાથોડા દિવસે માણસો બદલાતા હતા. જોકે, તે સમયે રાજુભાઈએ પોલીસને જાણ કરી ન હતી અને સનિરૃદ્ધસિંહ રીબડાને મળી કો નોવડો લાવવા દોડધામ કરી હતી. પરંતુ ચાર દિવસ પહેલા તેમને રિવોલ્વર બતાવી ધમકી અપાતા છેવટે પોલીસને જાણ કરી હતી.

 

બિલ્ડર રાજુ દેસાઇ અને વ્યાજે પૈસા આપનાર શૈલેષ ભટ્ટ બંનેનો આ પ્રકરણમાં બિટકોઇનનો વિવાદ જણાયો નથીઃ  પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર


બિલ્ડર રાજભાઈની જમીન અને સાઈટ ઉપર કબ્જો જમાવવાના બનાવમાં સરથાણા પોલીસે ગણતરીના બીજો ગુનો શૈલેષ ભટ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડા સહિત 11 વિરુદ્ધ નોંધ્યો હતો. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે બિલ્ડર રાજુભાઈ અને વ્યાજે પૈસા આપનાર શૈલેષ ભટ્ટ બંને બીટકોઈન સાથે સંકળાયેલા છે છતાં સમગ્ર પ્રકરણના વિવાદમાં બીટકોઈનની લેતીદેતીનો વિવાદ હોય તેવી હકીકત હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં શૈલેષ ભટ્ટ અને અન્યો વિરુદ્ધ બીટકોઈન અંગે કેસ દાખલ થયા બાદ તેમાં રાજુભાઈનું નામ બહાર આવ્યું હતું અને જાન્યુઆરી 2019 માં તે સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા. ફરાર શૈલેષ ભટ્ટ ગત જાન્યુઆરીમાં હાજર થયા બાદ ફેબ્આરીમાં છૂટીને બહાર આવ્યો હતો અને ત્યાર બાદ તેણે જગ્યાનો હવાલો અનિરુદ્ધસિંહ રીબડાને આપી દીધો છે તેમ કહ્યું હતું.

 

 કોના વિરુદ્ધ ગુનો નોંધાયો

(1) શૈલેષ બાબુભાઇ ભટ્ટ ( રહે. બીજો માળ, કેસલ બ્રાઉન રેસિડન્સી, વેસુ, સુરત )

(2) શૈલેષ ભટ્ટનો ભાણેજ નિકુંજ ભટ્ટ

(3) વિજય શાંતિલાલ ખોખરીયા ( રહે.206, માનસી ગંગા એપાર્ટમેન્ટ, વ્રજ સેક્ટર 1, સીમાડા, સુરત )

(4) વકીલ ધર્મેશ પટેલ

(5) અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ( રહે. રીબડા ગામ, તા.ગોંડલ, જી. રાજકોટ )

(6) અનાઉલ્લા ખાન

(7) શબ્બીર

(8) સલીમ ઈબ્રાહીમ ઠેબા ( રહે. જમાલવાડી, કબ્રસ્તાન સામે, જૂનાગઢ )

(9) સાજીત સુલતાન ઠેબા ( રહે. સુખપુર પાણીની ટાંકી પાસે, તા. સુખપુર, જી.અમરેલી અને નવાગઢની ધાર કેનાલ પાસે. જેતપુર, રાજકોટ )

(10) હનીફ અલ્લારખાં દરઝાદા ( રહે. જુના કુંભારવાડા, બારા સૈયદ રોડ, જૂનાગઢ )

(11) ઉમર કાસમ પટણી ( રહે. મોટા સૈયદવાડા ગલીમાં, જીવાસા ચકલા, જૂનાગઢ ) અને મળતીયાઓ તેમજ તપાસમાં નીકળે તે

Tags :