Get The App

શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો

૧૯૯૭માં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો

શાહપુર ગણેશ સોસાયટીમાં રહેતો વ્યક્તિ ગુનાના સમયે ૪૪ વર્ષનો હતોઃ લૂંટ કેસમાં ૧૩ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં ૧૯૯૭ના વર્ષમાં નોંધાયેલા ગુનામાં છેલ્લાં ૨૮ વર્ષથી ફરાર આરોપીને શાહપુર પોલીસે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી લીધો હતો. જેની ઉમર હાલ ૭૨ વર્ષની છે. આ ઉપરાંત, ડીસીપી ઝોન-૨ સ્ક્વોડના સ્ટાફે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં ૧૩ વર્ષ જુના લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપીને રાજકોટથી ઝડપી લીધો હતો.


શાહપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ખાંભલાને બાતમી મળી હતી કે વર્ષ ૧૯૯૭માં શાહપુર પોલીસ સ્ટેશનની બદમાં નોંધાયેલા એક છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી હાલ બનાસકાંઠા જિલ્લામાં છે.  જે બાતમીના આધારે સર્વલન્સ સ્ટાફના પીએસઆઇ  ડી જી ભાટિયા અને તેમના સ્ટાફે બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટરામ ગામમાં દરોડો પાડીને ૭૨ વર્ષીય ગૌતમ શાહ નામના વ્યક્તિને ઝડપી લીધા હતા.  તેમણે ગુનો આચર્યો હતો ત્યારે ૪૪ વર્ષની ઉમર હતી અને શાહપુરની ગણેશ સોસાયટીમાં રહેતા હતા. આ અંગે શાહપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, ડીસીપી ઝોન-૨  ભરત રાઠોડના સ્ક્વોડના પીએસઆઇ કે ડી પટેલ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે  ગત ૩૦મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ સાબરમતી ચૈનપુર આવેલા ખેતરની ઓરડીમાં ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી હતી. જે કેસમાં ફરાર આરોપી અલ્કેશ મેડા હાલ રાજકોટમાં રહે છે. જેેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપીને સાબરમતી પોલીસને હવાલે કર્યો હતો.

Tags :