Get The App

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી

યુ ટ્યુબ પરથી વિડીયો અને ક્લીપ હટાવવાના બદલામાં ખંડણી માંગવાનો મામલો

વિડીયો ચેનલ પરથી વિડીયો મુકીને બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગી હતી

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી 1 - image

અમદાવાદ,સોમવાર

ધ પાવર ઓફ ટ્રુથ અને  જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કરીને એક વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગવાના કેસમાં શાહપુર પોલીસ ઓજેફ તીરમીજી નામના બોગસ પત્રકારની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બહેરામપુરામાં એક વ્યક્તિ કન્ટ્રક્શન સ્કીમ ચાલુ કરી હતી, જે પ્લોટીંગ સ્કીમ બદનામ થાય તેવા બદઇરાદાથી  આબેદા માજીદ શેખ, ઓજેફ તીરમીજી, સાબીર હુસૈન શેખ અને અજીમખાન પઠાણે એક વિડીયો બનાવીને  ધ પાવર ઓફ ટ્રુથ અને  જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર મુક્યો હતો. જે હટાવવા અને વધુ વાયરલ ન કરવાના બદલામાં ફરીયાદીના મામાના દીકરાને ખાનપુરમાં આવેલા અલફીયા ફ્લેટ બોલાવીને બે લાખની ખંડણી માંગી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો પૈસા નહી આપો તે વિડીયો વાયરલ કરશે.

આમ, સતત નાણાંની માંગણી કરતા છેવટે આ અંગે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોઁધવામાં આવી હતી. જેના આધારે શાહપુર પોલીસે ઓજેફ તીરમીજી (રહે. ચોપદારની ગલી, કાચની મસ્જિદ પાસે, જમાલપુર)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે ખંડણીખોર ઓજેફ તીરમજીની અગાઉ ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી હતી. હાલ તેની વિરૂદ્ધ ચાંદખેડા, સાયબર ક્રાઇમ, વેજલપુર , ગાયકવાડ હવેલી, શાહપુર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કુલ નવ ગુના નોંધાઇ ચુક્યા છે. ત્યારે શાહપુર પોલીસ બાદ અન્ય ગુનામાં તેની ધરપકડ થવાની શક્યતા છે

Tags :