Ahmedabad Shahibag Under Pass : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી 'હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ'ની કામગીરીને પગલે અગાઉ શાહીબાગ અંડરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
અગાઉનો નિર્ણય રદ
અગાઉ પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાણ કરવામાં આવી હતી કે, બુલેટ ટ્રેનના પિલર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે શાહીબાગ અંડરબ્રિજ તારીખ 05/01/2026 થી 12/01/2026 સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

નવો શું નિર્ણય લેવાયો?
જોકે, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલી નવી પ્રેસ નોટ મુજબ, કેટલાક અગમ્ય કારણોસર આ કામગીરી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, શાહીબાગ અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે નહીં અને તે રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો
આ નિર્ણયથી એરપોર્ટ અને ગાંધીનગર તરફ જતા હજારો વાહનચાલકોને ટ્રાફિકની મોટી સમસ્યામાંથી મુક્તિ મળશે. ટ્રાફિક પોલીસ દ્વારા તમામ નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.


