ગુજરાતના તમાકુ-વાસણના ૮૩ વેપારીઓ પર જીએસટીના દરોડા
બે દિવસને અંતે કરચોરી પકડવામાં સફળતા ન મળી
(પ્રતિનિધિતરફથી) અમદાવાદ,શુક્રવાર
ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના અધિકારીઓએ તમાકુ અને વાસણના ૮૩ વેપારીઓ પર પાડેલા દરોડામાં ત્રણ દિવસને અંતે પણ કોઈ કરચોરી શોધી શક્યા નથી. બિલ વિનાના વેચાણ શોધવા માટે તેમણે દરોડા પાડયા હતા.
૧૪ અને ૧૫ મે બે દિવસથી દરોડાની કાર્યવાહી ચાલુ છે. પંદરમી મેએ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુના ૭૦ વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.