એસ.જી.હાઈવે ઉપર ઈસ્કોન થી પકવાન ક્રોસ રોડ સુધીનો સર્વિસ રોડ સીટી એન્ટ્રી બનશે
પાંચ કરોડના ખર્ચે રોડ ડેવલપ કરવા ડિજિટલ એન્જિનિયરીંગને કામ અપાયુ
અમદાવાદ,ગુરુવાર,5 જુન,2025
બોડકદેવ વોર્ડમાં આવેલા એસ.જી.હાઈવે ઉપર ઈસ્કોન ક્રોસરોડથી
પકવાન જંકશન ચાર રસ્તા સુધીના સર્વિસ રોડને રુપિયા ૫.૨૨ કરોડના ખર્ચે ડેવલપ કરવા
ડિજિટલ એન્જિનિયરીંગ પ્રોજેકટસ પ્રા.લી.ને કામ અપાયુ છે.સ્ટ્રીટ લાઈટના નવા પોલ
સાથે આઈકોનિક ડિઝાઈન સાથે ડેવલપ થનારો આ રોડ શહેરની સીટી એન્ટ્રી તરીકે ઓળખાશે.
ઈસ્કોન ક્રોસ રોડથી પકવાન જંકશન ચાર રસ્તા સુધીના સર્વિસ
રોડને નવી ફુટપાથ ડિઝાઈન તેમજ ગ્રીન પેચમાં ડેકોરેટિવ લાઈટીંગ કરવામાં
આવશે.રાત્રિના સમયે લાઈટીંગના કારણે યુવાનો,બાળકો
સહીત વૃધ્ધો તમામને હરવા ફરવામા સરળતા રહેશે.પીકનીક સ્પોટ તરીકે પણ ડેવલપ કરવામા
આવશે.આ સ્થળે લેન્ડ સ્કેપીંગ ,ગાર્ડનના
કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકશે.ફુટપાથનો મોર્નિંગ વોક માટે ઉપયોગ કરી શકાશે.આઈકોનિક
રોડ તરીકે આ રોડને ડેવલપ કરવા અંગે આયોજન કરવામાં આવ્યુ છે.