નડિયાદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમથી 200 મીટર દૂર સોસાયટીમાં ગટરની સમસ્યા

- ગંદા પાણીના કારણે રોગચાળોનો ભય
- જય મહારાજ સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
શહેરમાં પ્રગતિનગર રી- ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા નડિયાદ આવશે, આ ખાતમુહૂર્તના સ્થળની બરાબર પાછળ જ માત્ર ૨૦૦ મીટરના અંતરે આવેલી જય મહારાજ સોસાયટીમાં છેલ્લા એક મહિાનાથી ગટરના પાણી માર્ગો પર ઉભરાઇ છે. જેના કારણે આસપાસના રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંટરના ગંદા પાણી ઉભરાતા મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવો પણ ભય ફેલાયો છે. આ સમસ્યા એક મહિનાથી છે છતાં ઉકેલવામાં આવતી નથી. જે વચ્ચે મુખ્યમંત્રી આવી રહ્યાં હોવાથી શહેરને સુશોભીત કરવામાં આવી રહ્યું છે તો મનપા આ સોસાયટીની સમસ્યા ઉકેલશે કે નહીં તેને લઇ લોકો મુઝવણમાં મૂકાયા છે. રાજકીય નેતાઓ શહેરમાં આવે તો શહેરમાં આવે તો રસ્તાઓ, સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકો સમસ્યા મામલે રજૂઆતો કરીને કંટાળે છતાં સમસ્યા ઉકેલવામાં આવતી નથી.









