ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી
ધોળકા : ધોળકાના મફલીપુર જવાના મુખ્ય માર્ગ ઉપર સીકોતર માતાજીનું જુનવાણી વાવ વાળુ મંદિરની બહાર ઓપન ગટર ચેમ્બર છે જેની ઉપર બે પત્થર મુકીને મફલીપુર ઝોનલ ઓફિસ દ્વારા ઢાકી દેવામાં આવી છે. પણ બે પત્થરની વચ્ચે મોટો ગેપ છે. જેમાં કોઈ નાનુ બાળક પડી તેવી સંભાવના દેખાઈ રહી છે. આ ચેમ્બરની સામે જ રોડની સામેની સાઇડમાં પ્રાથમિક શાળા તથા આરોગ્ય વિભાગનું સબ સેન્ટર આવેલું છે. એટલે નાના બાળકો રમત રમતમાં આ ગેબવાળાની ચેમ્બર તરફ આવી જાય અને જો અંદર પડી જાય તો જવાબદારી કોની ? એટલું જ નહી મંદિરની વાડીમાં અવારનવાર વિવિધ પ્રસંગોના નાનામોટા જમણવાર સહિતના કાર્યક્રમો થતા હોય છે ત્યારે પણ નાના બાળકો આવતા હોય છે. આથી આ અંડર ગ્રાઉન્ડ ગટર ચેમ્બરનું રીનોવેશન કરાવી મજબુત ઢાકણ ફીટ કરાવે તે જરૂરી થઇ પડયું છે.