Get The App

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા 1 - image


- રસ્તા પર પશુઓના છાણ-સુકા ઘાસના કચરાથી ગંદકી વધી

- ગટરની ચેમ્બરમાંથી પાણી ઉભરાઇ રહેણાંક મકાન સુધી પહોંચતા સ્થાનિકો, રાહદારીઓને હાલાકી

ધોળકા : ધોળકાના મફલીપુરથી વિરાટનગર જવાના મુખ્ય માર્ગ ઉપર ૫૦ ફૂટની અંતરમાં જ આવેલી ચાર જેટલી બંને સાઇની ચાર ગટર ચેમ્બર ઊભરાઇ છે. રોડની બંને સાઇડની ગટર ચેમ્બરો ઊભરાતા દૂષિત પાણી રોડની સાઇડના ઘરોના દરવાજા સુધી પહોંચ્યા છે. 

ધોળકાના મફલીપુરથી વિરાટનગર સોસાયટી તરફ આવવાના મુખ્ય માર્ગ ઉપર રહેણાકવાળા વિસ્તારમાં અંદાજે ૫૦ ફૂટના અંતરમાં આવેલી રોડની બંને સાઇડની ચાર જેટલી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની ચેમ્બરો સતત ઊભારાતા દૂષિત ગટરના તીવ્રવાસ મારતા પાણી રોડની બંને સાઇડમાં ફરી વળ્યું છે. ત્યાં થઇ નીચાણવાળા ભાગમાં આ ગટરનું પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં આ માર્ગ ઉપર પશુપાલકોએ ખડકી દીધેલા પશુઓના છાણમુત્ર અને સુકાઘાસના ઉકરડાના ઢગલાથી પણ સ્થાનિકો અને રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાસી ગયા છે. ઊભરાતી ગટરોના પાણી સ્થાનિકોના ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા છે. નાના બાળકો, વૃદ્ધો તથા અપંગ વ્યક્તિઓને હાડમારી વેઠવાનો વારો આવી ચડયો છે. શહેરના એ-ગ્રેડ ગણાતા કલિકુંડ મફલીપુર વિસ્તારમાં ગંદકી, ઊભરાતી ગટર લાઇનો, રઝળતા મુકાયેલા અબોલ પશુઓની સમસ્યા જેવી અનેક સમસ્યાના નીરાકરણ આજદિન સુધી લાવવામાં પાલિકા તંત્ર નીષ્ફળ રહ્યું છે. પરિણામે પ્રજાને કાયમી હાલાકી વેઠવી પડે છે. ઉપરોક્ત ગટરની સમસ્યા કોઇ રાજકીય આગેવાન કે નગરપાલિકા સામે બાથભીડી શકે તેવા વ્યક્તિના ઘરે પાસે બની હોત તો પાલિકા તંત્ર વગર ડાકલે ધુણવા માંડી સૌસારાવાના થશે. પાલિકા તંત્ર ઊભરાતી ગટરોની આ ચારેય ચેમ્બરની યુદ્ધના ધોરણે સફાઇ કરાવી સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.

Tags :