Get The App

હાંસલપુરનાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
હાંસલપુરનાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા 1 - image

ઓટો હબમાં ગંદકીનું સામ્રાજ્ય

સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકો અને વેપારીઓ પરેશાનઃતાત્કાલિક નિરાકરણની માંગ

માંડલ -  માંડલ તાલુકાના વિઠલાપુર-બેચરાજી હાઈવે ઉપર હોન્ડા,મારૃતિ સુઝુકી અને તેને સંલગ્ન સેંકડો કંપનીઓ ધમધમી રહી છે અને હવે આખોય વિસ્તાર ઓટો હબ તરીકે જાણીતું થયું છે. ત્યારે આ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ હવે ગટરના પાણીથી હાઈવે રોડ ઉપર નર્કાગાર જેવી સ્થિતી ઉભી થઈ છે. 

વિઠલાપુર-બેચરાજી હાઈવે ઉપર હાંસલપુર ગામ નજીકના એક ખાનગી બિલ્ડીંગ પાસે ગટરનું પાણી છેલ્લાં બે મહિનાથી ઉભરાઈ રહ્યું છે અને સ્થાનિક રહીશો, દુકાનદારોની આ સમસ્યા હવે માથાનો દુખાવો બની ગયો છે. ગટરના ગંદાપાણીને લઈ અસહ્ય દુર્ગંધ ફેલાઈ સાથે નર્કાગાર જેવી પરિસ્થીતી ઉભી થઈ, ઓટો કંપનીઓમાં દરરોજ હજારો યુવાનો રોજગારી મેળવે છે અને આ હાઈવે ઉપર વાહનો,સ્થાનિક રહીશો અને દુકાનદારો સહિત હવે પ્રજાજનોમાં પણ વધારો થયો છે અને વિસ્તાર ચોવીસ કલાક ધમધમી રહ્યો છે ત્યારે આવી ગંદકીથી સ્થાનિકોને બિમારીનો ભય હોઈ તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.