ઉત્તરાયણના પતંગોત્સવ તહેવારમાં પતંગરસિકો મોટાભાગે કાચ પીવડાવેલા દોરાથી પતંગો ઉડાડવાનું પસંદ કરતા હોય છે જ્યારે બીજી બાજુ રોડ રસ્તા પરથી પસાર થતા આવા દોરાના કારણે કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓના ગળા કપાવવાથી લોહી લુહાણ હાલતથી સારવાર માટે તાત્કાલિકપણે સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરિણામે હોસ્પિટલનો સ્ટાફ સતત પણે ઇજાગ્રસ્તોની સારવારમાં દિવસ પર રચ્યો પચ્યો રહ્યો હતો.
પતંગોત્સવ તહેવારની મજા માણવામાં અનેક પક્ષીઓની ડોક કાચવાળા દોરાથી કપાઈ જતા નિર્દોષ પક્ષીઓ મોતના મુખમાં ધકેલાય છે. જ્યારે રોડ રસ્તા પરથી પતંગના કપાયેલા દોરા સતત પસાર થતા હોય છે. જ્યારે બીજી બાજુ રોડ રસ્તા પરથી પસાર થતાં દ્વિચક્રી વાહન ચાલકોના અને રાહદારીઓને પણ ગળા પર ઘસરકાથી ઇજા થતી હોય છે. આવી ઇજા ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. જોકે આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓની ડોક કાચ પીવડાવેલા પતંગના દોરામાં ભરાઈ જતા ઇજાગ્રસ્ત થઈને તરફડિયા મારી મોતને ભેટે છે જ્યારે વૃક્ષ પર અને ઈલેક્ટ્રીક અને ટેલિફોનના તાર પર લટકતા તારમાં કેટલાય પક્ષીઓની પાંખો ફસાઈ જતા તરફડિયા મારીને અંતે મોતને ભેટે છે.
પરિણામે તંત્ર દ્વારા હવે કાચ પીવડાવેલા દોરાથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આમ છતાં પણ પતંગ બાજો કોઈપણ હિતઅહીતની પરવા કર્યા વિના કાચથી માંજેલા દોરાથી જ પતંગો ઉડાડવાનું મન બનાવી લેતા હોય છે. જોકે પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેકાણેથી દોરાને કાચ પીવડાવનારાઓ સામે સખત કાર્યવાહી કરીને આવા દોરાનો નાશ કરવા સહિત કાનૂની કાર્યવાહીઓ પણ કરી હતી આમ છતાં પણ અનેક દ્વિચક્રી વાહન ચાલકો રોડ રસ્તા પરથી વાહન હંકારતી વખતે કપાયેલી પતંગોના કાચવાળા દોરાથી ઇજાગ્રસ્ત થતા લોહી લુહાણ થતા તાત્કાલિક પણે સારવાર લેવા સયાજી હોસ્પિટલ ખાતે તથા નજીકની ખાનગી હોસ્પિટલો ખાતે પણ પહોંચી ગયા હતા. આમ ઇજાગ્રસ્તોની સારવારમાં હોસ્પિટલનો સ્ટાફ સતત સારવારમાં દિવસભર વ્યસ્ત રહ્યો હતો.


